ગુજરાત
News of Thursday, 29th October 2020

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી 108 માં વડોદરા રીફર કરાયેલ દર્દીની રસ્તામાં 108 ના ઈ એમ ટી એ સફળ પ્રસુતિ કરાવી

મહિલાની નવમી પ્રેગ્નન્સી હતી જેમાં અગાઉ સાત બાળકો મૃત જન્મ્યા હતા અને અને એક દોઢ વર્ષની બેબી છે ત્યારે આ નવમી સફળ પ્રસુતિ 108 માં કરાવાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં પ્રસુતિ માટે દાખલ કરાયેલ દર્દી સોનિયાદેવી કે જે બિહાર થી મજૂરી કરવા કેવડિયા આવી છે,સોનિયા દેવીને હાલ નવમી પ્રેગ્નનસી છે જેમાં આગળ સાત બાળકો મૃત જન્મેલા અને એક દોઢ વર્ષની બેબી છે,હમણાં તેમણે નવમી પ્રસુતિ હતી પણ અધૂરા(આઠ મહિના)મહિને તેમને પ્રસુતિની પીડા ઉપડતા 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા, ત્યાં તેમના રિપોર્ટ કરતા, રિપોર્ટમાં તેમનું લોહી (HB)ફક્ત 4% જ ટકા હતું જેથી પ્રસુતિ દરમિયાન કોઈ કોપ્લિકેશન થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલથી તેમને વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખસેડવા 108 એમ્બ્યુલન્સ ને કોલ કર્યો.કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ ઉસ્માન ભાઈ કુરેશી અને ઈ એમ ટી સરોજબેન રાવલ સિવિલ હોસ્પિટલ રાજપીપલા દર્દીને લેવા પોહચી ગયા અને 108ના ઈ એમ ટી સરોજબેન રાવલે દર્દીની બધી માહિતી ડૉક્ટર પાસેથી મેળવી અને દર્દીને 108 એમ્બુઅલન્સમાં લય પાયલોટ ઉસ્માન ભાઈ કુરેશી એમ્બુઅલન્સને વડોદરા જવા રવાના થયાં, રસ્તામાં સેગવા થી આગળ જતા સોનિયાદેવીને પ્રસુતિ ની પીડા વધી જતા ઈ એમ ટી સરોજબેને એમ્બુઅલન્સ રસ્તા ની સાઈડ માં ઉભી રખાવી, તપાસ કરતા તેમને રસ્તા માં ડિલિવરી કરવાની ફરજ પડે તેમ હતું, દર્દી ને ફક્ત 4% લોહી હતું જેથી એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવવી થોડું જોખમી હતું પણ ઈ એમ ટી સરોજબેને તરતજ 108 સેંટર પર 24/7 રહેતા ફિજિશિયન ને કોલ કરી દર્દી ની પુરી માહિતી આપી અને ફિઝિસિયન  ની સલાહ મુજબ સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ ડિલિવરી કીટ નો ઉપયોગ કરી ડિલિવરી કરાવી,ડિલિવરી માં બાબા નો જન્મ થયો, બાળક નું વજન ઓછું હોવાથી જરૂરી સારવાર આપી અને બ્લેન્કેટ માં લપેટી સગાંને સોંપ્યું તેમજ માતાને 108 માંજ ઓક્સિજન,ઈન્જેકશન અને બોટલ ચઢાવી માતા બાળક બંનેને 108 એમ્બ્યુલન્સમાં એસ એસ જી હોસ્પિટલ વડોદરા શિફ્ટ કર્યા.બે દિવસ બાદ 108 દ્વારા દર્દી સોનિયા દેવી નું ફોલોઅપ લેતા,માતા બાળક બંને સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે.

 108 માં દર્દી ઘરે થી હોસ્પિટલ તો આવે છે પણ જયારે કોઈ દર્દી ગંભીર થાય અને નાની હોસ્પિટલ માંથી મોટી હોસ્પિટલમાં ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયનના ઓબઝર્વેશન હેઠળ ખસેડવા દરમિયાન પણ 108માં જે સારવાર અપાય છે  તેમાં પણ 108 ની  સર્વિસ કારગર સાબિત થાય છે.

(10:35 pm IST)