ગુજરાત
News of Thursday, 29th October 2020

ગાંધીનગર નજીક નરોડા વિસ્તારમાં ઘરફોડ ચોરીઓની ઘટનામાં ભરખમ વધારો:બે મંદિરને નિશાન બનાવી તસ્કર દંપતીએ આભૂષણોની ચોરી કરતા તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા લોકડાઉનના સમયે જોગણી માતાજી અને ગોગા મહારાજના મંદિરમાંથી અનુક્રમે ર.૧૮ લાખ અને ૯૦ હજારના આભુષણોની ચોરી થઈ હતી. ત્યારે ગાંધીનગર એલસીબીન ટીમે સે-ર૪માંથી ચોરીના આભુષણો વેચવા આવેલા નરોડાના શખ્સને ઝડપી પાડયો હતો અને તેની પુછપરછમાં આ આભુષણો તેણે કોલવડાના બે મંદિરોમાંથી ચોર્યા હોવાનું બહાર આવ્યું હતું. તેની પત્નીએ મંદિરમાં જઈ દાગીના ચોર્યાની કબુલાત કરી હતી.  

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરી તેમજ મંદિરોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આવા ગુનાઓ ઉકેલવાની સાથે તેને અટકાવવા માટે પોલીસને તાકીદ કરી છે જેના અનુસંધાને એલસીબી-૧ના પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી કામ કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને પીએસઆઈવી.કે.રાઠોડ અને તેમનીટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો. જીગ્નેશકુમારને બાતમી મળી હતી કે અગાઉ મંદિરચોરીના ગુનામાં પકડાયેલો  ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઈ પરમાર રહે.નરોડા સે-ર૪માં સોનાચાંદીના દાગીના વેચવા ફરે છે. જેના પગલે પોલીસ ટીમે ત્યાં પહોંચી નવા નરોડા અમદાવાદ સ્વામીનારાયણ પાર્ક ખાતે બી-ર૪ના મકાન નંબર ૪૦૩ ખાતે રહેતાં ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઈ પરમારને ઝડપી પાડયો હતો. જેની પાસેથી  છત્ર નંગ-ર, ચાંદીની પાટ-૧, ચાંદીની રણી-૧ મળી ર.૮ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે આભુષણો સંદર્ભે તેની પુછપરછ કરતાં તેણે તેની પત્નિ ગીરા સાથે કોલવડા ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી છત્ર ચોર્યાનું તેમ માર્ચ મહિનામાં પત્ની ગીરાએ જોગણી માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી. તો દોઢ પોણા બે વર્ષ અગાઉ રાજસ્થાન  કોટા ખાતે જેલમાં હતો તે દરમ્યાન તેની પત્ની ગીરા અને મિત્ર નિકુંજ બોરીયા રહે.સી-ર૦ર, ડીમાર્ટની પાછળ નિકોલે સાદરાના મંદિરમાંથી છત્રોની ચોરી કર્યાની કબુલાત કરી હતી. હાલ આરોપીની વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે. અગાઉ ગાંધીનગરના લેકાવાડા અને સરગાસણના મંદિરની ચોરીમાં પણ ઝડપાઈ ચુકયા છે અને તેમનો ખુબ મોટો ગુનાહીત ભુતકાળ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 

(5:46 pm IST)