ગુજરાત
News of Thursday, 29th October 2020

મોડાસાના બાયપાસ નજીક બીલ્ડરોનો ત્રાસ: પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોએ રોષ દેખાડ્યો

મોડાસા:નગરના બાયપાસ માર્ગે આવેલ મધુવન રેસીડેન્સીમાં પરીવાર સાથે વસવાટ કરતા રહીશોને બીલ્ડર દ્વારા પાણી,વીજળી અનેસફાઈ જેવી પ્રાથમિક અને મકાન બુકીંગ કરાવતા અપાયેલ ખાત્રી મુજબની સુવિધા નહી મળતાં અને બીલ્ડર દ્વારા માત્રને માત્ર લોભામણી લાલચો જ બતાવાઈ હોવાના મુદ્દે રોષ વ્યાપ્યો છે.

 મોડાસા નગરના બાયપાસ માર્ગે આવેલ મધુવન રેસીડેન્સીના બીલ્ડરોએ સ્કીમ જાહેર કરવા ટાણે જાહેર કરેલી સુવિધાઓ તો પૂરી પાડી જ નથી તેવો આક્ષેપ રહીશો દ્વારા કરાઈ રહયો છે.ત્યારે બીજી તરફ બીલ્ડરોની મનમાની ના કારણે પાણી,વીજળી અને સ્વચ્છતા ની પ્રાથમિક સુવિધા ના અભાવ વચ્ચે પાણી મેળવવાનું  વીજળી કનેકશન જ કપાઈ જતાં રહીશોમાં ભારોભાર આક્રોશ ફૂટી નીકળ્યો હતો.બીલ્ડરોની મનમાની ને લઈ વાઝ આવી ગયેલા રહીશો વતી સુચિત કારોબારીની બેઠક યોજાઈ હતી અને નવનિયુક્ત પ્રમુખ જયદીપભાઈ ચૌહાણ નાઓએ રહીશોને પડતી હાલાકીને લઈ બીલ્ડરોની આપખુદી સામે જ આમરણાંત ઉપવાસ નો પ્રારંભ કરી દેતાં નગરમાં આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. મધુવન રેસીડેન્સી ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રમુખે સત્વરે પાણી, વીજળી, સફાઈની સુવિધા બીલ્ડરો દ્વારા પુરી પડાય અને બ્રોસર માં જણાવ્યા મુજબની તમામ સેવા પૂરી ન પડાય ત્યાં સુધી આ અનશન રહીશો વતી યોજવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

(5:45 pm IST)