ગુજરાત
News of Thursday, 29th October 2020

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર પડેલ ભુવામાં કોર્પોરેશનનો ટ્રક ખાબકતા મનપાની નબળી કામગીરી સામે આવી

વડોદરા: સ્માર્ટ સિટી તરીકે વડોદરા શહેરની મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ વડોદરામાં ઠેકાણે પડી રહેલા ભુવા અને કોર્પોરેશને ખોદેલા ખાડાને કારણે વડોદરાનું નામ ખાડોદરા પડી ગયું છે.

વડોદરામાં ઠેકઠેકાણે ખોડાતા ખાડાઓનું પુરાણ યોગ્ય રીતે કરવામાં નહીં આવતું હોવાથી સામાન્ય નાગરિકો અને વાહનચાલકો તો હેરાન થતાં હોય છે. વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તાર પાસે અને નવાપુરા બગીખાના પાસે કોર્પોરેશનને ખોદેલા ખાડાના પૂર બાદ હલકી કક્ષાની કામગીરીને કારણે કોર્પોરેશનની પાઇપો અને રસ્તો બનાવવાનું માલ ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ વરસાદી ગટર ના કામો માટે ખોદકામ કરવામાં આવે છે તે બાદ જે માટીપુરાણ થવું જોઈએ તે ઇજારદારઓ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવતું નથી અને તેની ઉપર નવો રસ્તો પણ બનાવી દેવામાં આવે છે. પરંતુ હલકી કક્ષાની કામગીરીને કારણે ઠેર-ઠેર રસ્તાઓ ઉબડ ખાબડ થઈ જાય છે એટલું જ નહીં ભારદારી વાહનો પસાર થતા હોય છે ત્યારે આવી હલકી કક્ષાની કામગીરીને કારણે ખાડામાં ફસાઈ પડતાં હોય છે.

(5:39 pm IST)