ગુજરાત
News of Thursday, 29th October 2020

અમદાવાદ:કોરોના વાયરસના કારણોસર ટ્રાફિક પોલીસને આધુનિક નિર્ણયો ફળી શકે છે: ડીઝીટલાઇઝ પાયલોટ પ્રોજેક્ટ થતી મોબાઈલ એપ્લિકેશનથી દંડ વસુલવામાં આવશે

અમદાવાદ: આ વર્ષ કોરોનાના કારણે ઉચાટમાં વિત્યું પણ આવતી લાભપાંચમ નાગરિકોને ટ્રાફિક પોલીસના નવા અને આધુનિક નિર્ણયથી ફળી શકે છે. શહેર ટ્રાફિક પોલીસ હવે ડીજીટલાઈઝ પાયલોટ પ્રોજેક્ટ થકી મોબાઈલ એપ્લિકેશનથી દંડ વસૂલાત કરશે. અત્યારે શહેરના રસ્તા પર ઉભા રહેતાં પોલીસ કર્મચારી મેમો બૂકમાંથી રિસીપ્ટ ફાડે છે. ઉચ્ચ સ્તરે એવી ફરિયાદ મળી હતી કે, આ પ્રકારે દંડ વસુલાતમાં અનેક ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દંડની વધુ રકમ બતાવતાં હતાં. બેથી પાંચ હજાર રુપિયા જેવી તોસ્તાન દંડની રકમ બતાવી તોડબાજી કરી પછી મૂળ રકમનો દંડ વસૂલવામાં આવતો હતો અથવા તો બારોબાર માંડવાળ કરી રોકડ રકમ ખિસ્સામાં સેરવી લેવાતી હતી.

દિવાળી પછીથી પોલીસે પાસે રહેનારાં મોબાઈલ ફોનની એપ્લિકેશનમાં વાહનચાલકે જે નિયમભંગ કર્યો હોય તેની વિગત લખવામાં આવશે. વાહનચાલકને પણ પોતે જે નિયમભંગ કર્યો હોય તેની હોય તે મુજબનો દંડ જ ઓનલાઈન આવી જશે. દંડની રકમનું તેનું પેમેન્ટ પણ ઓનલાઈન કરાશે તો ઈ-રિસીપ્ટ મોબાઈલ ફોનમાં મેસેજ સ્વરુપે તરત મળી જશે.

(5:38 pm IST)