News of Thursday, 29th October 2020
અમદાવાદ :કન્સ્ટ્રક્શન સાઇટના સાતમાં માળેથી નીચે પટકાતા મજૂરનું કરૂણમોત
ઘટના બાદ કન્સ્ટ્રક્શન સાઇટનો બિલ્ડર ફરાર
અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ઓમકાર એલીગન્સ કન્સ્ટ્રક્શન સાઇટના સાતમાં માળેથી નીચે પટકાતા એક મજૂરનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં સાઇટ પર સેફ્ટીના સાધનો વિના કામ કરાવવામાં આવતું હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે. ઘટના બાદ કન્સ્ટ્રક્શન સાઇટનો બિલ્ડર ત્યાંથી ફરાર થઇ ગયો છે. રામોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(1:20 pm IST)