ગુજરાત
News of Thursday, 29th October 2020

આરોપી અને પીડિતા વચ્ચે સમાધાન: ગુજરાત હાઇકોર્ટે આરોપી સરકારી કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ રદ કરી

આરોપી અને પીડિતા (ફરિયાદી) સરકારી કર્મચારી: મિત્રો અને સબંધીઓની મદદથી સમાધાન: કોર્ટે નોંધ્યું આ વિવાદ ખાનગી અને અંગત મામલો

અમદાવાદ : દુષ્કર્મ  આરોપી અને પીડિતા વચ્ચે મિત્રો અને સબંધીઓની મદદથી સમાધાન થઈ જતાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રેપની ફરિયાદ રદ કરાઈ છે બંને આરોપી અને પીડિતા (ફરિયાદી) સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટ દુષ્કર્મની ફરિયાદ રદ કરતા નોંધ્યું હતું કે વિવાદ ખાનગી અને અંગત મામલો છે. બંને પક્ષ લાંબા સમયથી એક વિસ્તારમાં રહે છે અને બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી કેસમાં આગળ કાર્યવાહીનો કોઈ અર્થ રહેતો નથી.

અરજદારના વકીલ તરફે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે બંને આરોપી અને પીડિતા સરકારી કર્મચારી છે અને આરોપીફરિયાદી ઓફીસ આરોપીની કારમાં જતા હતા જેથી તેમની વચ્ચે સારી મિત્રતા પણ હતી. બંને પક્ષે કોર્ટ બહાર સમાધાન કરી લીધો છે અને તેમની વચ્ચે હવે કોઈ મનદુઃખ કે સમસ્યા નથી..

ફરિયાદી (પીડિતા) તરફે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે તેમની વચ્ચે હવે કોઈ વિવાદ રહ્યો નથી અને જો FIR રદ કરવામાં આવે તો તેની સામે પણ કોઈ વાંધો નથી. ગેરસમજ અને ગુસ્સામાં FIR દાખલ કરાઈ હોવાનો દાવો કરાયો હતો.

સમગ્ર કેસની વિગત એવી છે કે ફરિયાદી (પીડિતા) દ્વારા આરોપી સામે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરવવામાં આવી હતી. પોલીસે આરોપી સામે IPCની કલમ 376(2)(n), 323, 384 અને 506(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

(12:03 am IST)