News of Thursday, 29th October 2020
ગરુડેશ્વરના આમદલા ગામમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગરુડેશ્વરના આમદલા ગામમાં રહેતા વીક્રમભાઇ બામણજીભાઇ તડવીએ આપેલી ફરિયાદ મુજબ સુનિલ ગણપતભાઈ તડવી (રહે. ભીલવસી) પોતાની પત્નીને તારે તારા પીયરમાં કોઇની સાથે લફરું છે તેવો વહેમ રાખી મેણા ટોણા મારી શારિરીક ત્રાસ આપી છુટા છેટા લેવાના છે તેવું જણાવી પિયરમાં તેડવા નહી આવતાં પત્નીને આપધાત કરવા કરવા દુષ્પેરણ કરવા માનસીક ત્રાસ સહન ન થતાં પત્ની પોતે જતું નાશક દવા પી જઇ સારવાર દરમીયાન તેનું મોત થતા કેવડિયા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:36 pm IST)