ગુજરાત
News of Thursday, 29th September 2022

ખુરદી ગામથી હનુમાન ફળિયામાં જતા રસ્તાની હાલત ઘણી ખરાબ હોવાથી શાળામાં જતા બાળકોને મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં હજુ પાયાની સુવિધા નો અભાવ હોય દેડીયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના આવેલા ખુરદી ગામના રસ્તા ખરાબ હોવાથી શાળામાં જતા બાળકો કે જે સ્કૂલ યુનિફોર્મમાં શાળાએ જતા હોય તેમને રસ્તાના કારણે ભારે મુસીબત નો સામનો કરવો પડી રહ્યો છે.
 દરરોજ ખુરદી ગામથી 20 જેવા બાળકો કે જ નાની વયના હોય પગપાળા શાળામાં જતા રસ્તા નાં કારણે સ્કૂલ યુનિફોર્મ બગડતા નારાજ જોવા મળી રહ્યા છે સરકાર ગામે તે પક્ષ ની હોય પરંતુ અઝાદી નાં આટલા વર્ષો બાદ પણ રસ્તા જેવી પાયાની સુવિધા નો અભાવ હોય તો ગ્રામજનો ને ભારે તકલીફ માથી પસાર થવું પડે છે.માટે ગામના રસ્તાની એક વિડિયો કોઈકે સોશિયલ મીડિયા માં વાયરલ કરતા અનેક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે નજીકના સમયમાં ચૂંટણી યોજાવાની હોવાથી વિરોધીઓને આ મુદ્દો જાણે એક હથિયાર બન્યો હશે એમ લાગી રહ્યું છે ત્યારે ભાવિ મતદાર એટલેકે શાળા માં જતા આ ભૂલકાઓ માં પણ રસ્તાના કારણે ભારે રોષ હોય તેમ વાયરલ વિડિઓ માં એક બાળકે જણાવ્યું હતું કે અમારા દાદા દાદી દ્વારા પંચાયતમાં જાણ કરીશું કે રસ્તા અને પાણીની યોગ્ય સુવિધા નહિ કરાઈ તો આવનારી ચૂંટણી વોટીંગ નહીં કરવા દઈએ અને આડકતરી રીતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી નાના નાના ભૂલકાઓ આપી રહ્યા છે ત્યારે આ વિડિયો હાલ ડેડીયાપાડામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે  સરકારની આંખ ઉઘાડતો બાળકોનો આ વિડિયો ઘણું બધું કહી જાય છે ત્યારે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ખુરદી ગામમાં મુખ્ય રસ્તાથી હનુમાન ફળિયામાં જતા રસ્તાની હાલત ઘણી ખરાબ હોય છે જે આશરે ૫૦૦ મીટર જેટલો છે અને હાલ ચોમાસામાં કાદવ કીચડ પણ ઘણો હોય જેથી સ્કૂલમાં જતા બાળકો તેમજ ફળિયાના કે ગામના તમામ નાગરિકોને તકલીફ વેઠવી  પડતી હોય છે માટે આ મુદ્દે વારંવાર જાણ કરવા છતાં રસ્તો બનતો નથી માટે ગ્રામજનો ની અને ખાસ શાળાના બાળકો ની આ વ્યથા વાહેલિતકે દૂર થાય તેવી માંગ ઉઠી છે

(10:48 pm IST)