ગુજરાત
News of Thursday, 29th September 2022

રાજપીપળામાં કોંગ્રેસનું મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન રાજપીપલા મશાલ રેલી કાઢી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાત ભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી એક જિલ્લામાથી બીજા જિલ્લા જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી મોડી સાંજે રાજપીપલા શહેર ખાતે આવી પહોંચી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ  ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ, પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, ધારાસભ્ય નાંદોદ પીડી વસાવા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હરેશ વાળંદ, ઉપ પ્રમુખ જયંતિ વસાવા સેવાદળ ઉપ પ્રમુખ ચંદ્રેશ પરમાર, તાલુકા પ્રમુખ માલવ બારોટ સહીત સેવાદળના અને કોંગ્રેસના આગેવાનો  મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 ભાજપ દ્વારા દેશમાં બેફામ મોંઘવારી વધારવામાં આવી છે. તેમના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે,દેશમાં બેરોજગારી પણ વધુ છે ત્યારે આ બાબતો જનતાને સમજાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મોંઘવારી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપલા ભીલ રાજા ના સ્ટેચ્યુ થી ડો બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ સુધી મશાલ રેલી કાઢવામાં આવી હતી.

(11:00 pm IST)