ગુજરાત
News of Tuesday, 28th June 2022

વલસાડ જિલ્લામાં મેઘાનો મુકામ : વાપીમાં બે ઇંચ ખાબક્યો : ઉમરગામમાં અડધો ઇંચ : તિથલનો દરિયો તોફાની બન્યો

દરિયામાં તોફાનને પગલે કલેકટરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું : દરિયાકિનારે પોલીસ જવાનોને તૈનાત

વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો હતો. મેઘાડંબર વચ્ચે વાપીમાં વરસાદે સટાસટી બોલાવી હતી જેને લઈને 2 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. આ ઉપરાંત ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ ખબક્યો હતો. વધુમાં વલસાડના તિથલનો દરિયો વરસાદી વાતાવરણ વચ્ચે ગાંડોતુંર બન્યો હતો.જેને લઈને દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યાં હતા. આ તકે દરિયામાં તોફાનને પગલે કલેકટરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું હતું.  માછીમારો અને મુલાકાતીઓની સલામતીને ધ્યાને લઇને તિથલના દરિયાકિનારે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. 

(1:01 am IST)