ગુજરાત
News of Monday, 29th May 2023

નડિયાદ તાલુકાના ચલાલી ગામે ડોલર આપવાની લોભામણી વાતો કરી વેપારી સાથે 4 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : નડિયાદ તાલુકાના ચલાલીના ગઠીયાએ ડોલર આપવાની લોભામણી વાતો કરી અમદાવાદના વેપારી સાથે રૂ. ૪,૫૦,૦૦૦ ની છેતરપિંડી કરતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગઠીયા સહિત ચાર ઈસમો સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સનરાઈઝ પાર્ક, સેટેલાઈટ માં રહેતા દિનેશ તારાચંદ કાસટ (મહેશ્વરી) મુખવાસનો વેપાર કરે છે. ગત તા. ૨૩/૫/૨૩ ની સાંજે મોબાઈલ પર રાકેશભાઈ નામથી ફોન આવેલ કે હું ડાકોરની બાજુમાં રામપુરાથી બોલું છું મારી પાસે ડોલર છે તમે લેશો કહેતા વેપારીએ ડોલર લેવાની ના પાડતા કહેલ કે મારો નંબર ક્યાંથી આવ્યો કહેતા રાકેશભાઈએ જણાવેલ કે વાયા મીડિયાથી નંબર મેળવેલ છે કહી ફોન કટ કરી નાખ્યો હતો, ત્યારબાદ બીજા દિવસે પણ વેપારીને ફોન કરી કહ્યું કે તમારે ડોલર ના લેવા હોય તો બીજા કોઈને આપી ડોલરનો નિકાલ કરાવી આપો કહેતા વેપારીએ જણાવ્યું કે તમારી પાસે ડોલર ક્યાંથી આવ્યા તો જણાવેલ કે મારા કાકા મંદિરના પૂજારી છે મંદિરમાં કોઈ ડોલર ભેટ આપ્યા છે જેથી તેના આધાર પુરાવા ન હોય અમે ગભરાઈએ છીએ તેમ જણાવ્યું હતું . ત્યારબાદ બીજા દિવસે ડોલરનો ફોટો વોટ્સઅપ પર મોકલેલ અને સો ડોલરની નોટના ભાવ રૂ. ૫,૦૦૦ જણાવ્યા હતા. ત્યાર બાદ તા. ૨૬/૫/૨૩ ના રોજ વેપારી અને તેમનો દીકરો ડોલર લેવા નડિયાદ બોલાવ્યા હતા. ત્યાંથી તેઓ ચલાલી ગામે ગયા હતા જ્યાં ડોલર લેવા રૂ. ૪,૫૦,૦૦૦ આપતા વિજયભાઈએ કહ્યું કે ગામમાં દાદાના મંદિરમાં પૈસા ધરાવી લે એટલે ડોલર મળી જશે . આમ રૂ. ૪,૫૦,૦૦૦ મંદિરમાં ધરાવવા જતા હતા ત્યારે રસ્તામાં મળેલી સામે મારા ભાગના પૈસા આપો તમોએ બારોબાર કેમ વહીવટ કર્યો કહી ઝઘડો કરી ચાર માણસો પૈકી એક ઈસમે ઝઘડો કરનારના પેટમાં કટાર મારતા પેટમાં લોહી જેવું નીકળતા આ લોકોએ જણાવ્યું કે મર્ડર થઈ ગયું ં છે. તમને પૈસા પાછા આપી દઈશું  કહી ડરાવી દીધા હતા. આમ ગઠિયાઓએ ડોલર આપવાનું કહી રૂ. ૪,૫૦,૦૦૦ પરત ન આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી.

(6:42 pm IST)