ગુજરાત
News of Saturday, 28th January 2023

નવસારી એલસીબીએ નેહા નં.૪૮ ઉપર એક ટ્રકની તપાસ કરતા ટ્રકમાંથી ૧૩પ પુઠાના બોક્ષમાં રૂ.૭ લાખની કિંમતનો દારૂની બોટલ તથા બીટરના ટીમ સાથે એક શખ્‍સો ઝડપાયો

નવસારી એલસીબી ના પોલીસ ઇન્સ્પેકટર ડી.એસ.કોરાટ એ પો.સ.ઇ.એ.આર.સુર્યવંશી, પો.સ.ઇ. એમ.આર.વાળા, પો.સ.ઇ. એસ.ટી.પારગી તથા પોલીસ કર્મચારીઓને પ્રોહીબીશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃતિ રોકવા સ્ટાફ સાથે બાતમીદારો રોકી તપાસમાં હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ નિલેશભાઇ અશોકભાઇ તથા નિમેષભાઈ કાંતીલાલને મળેલ બાતમીના આધારે ને.હા.નં-૪૮ બોરીયાચ-ટોલનાકા ઉપર મુંબઇ થી સુરત જતા ટ્રેક ઉપર ટ્રક નંબર-GJ 19 Y 3278 આવતા તેમાં તપાસ કરતા ટ્રક ચાલક સોનુકુમાર રાજગીરી ખરવાલ, ઉ.વ.૩૨, હાલ રહે. સતનારાયણ સોસાયટી, ગલી નંબર-૩, ઉન પાટીયા પાસે , સુરત શહેર, મુળરહે. અનાહીંટગામ, પોસ્ટ નવાદા, તા.નવાદા, જિ.આરા (બીહાર) ને ઉભા રાખી પૂછપરછ તેમજ ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી ૧૩૫ પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશીદારૂની વ્હીસ્કીની નાની-મોટી બોટલો તથા ટીન બીયર મળી નંગ-૫૨૯૨ જેની કિ.રૂ.૭,૦૦,૮૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે જથ્થો ગેરકાયદેસર રીતે વહન કરી લઇ જતા પકડાયેલ આરોપી ને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ દારુ નો જથ્થો મંગાવનાર સંજયભાઇ જેનું પુરૂનામ સરનામુ ટ્રક ચાલકને ખબર નથી એવું લખાવ્યું છે તે અને દારુ નો જથ્થો ભરાવનાર રાહુલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરૂધ્ધમાં નવસારી રૂરલ પોલીસને તપાસ સોપવામાં આવી છે.

(1:06 am IST)