ગુજરાત
News of Saturday, 29th January 2022

વડોદરા:એન્જીનીયર યુવતીને લગ્ન કરવા મજબુર કરી ધમકી આપનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા:કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીને પોતાની સાથે લગ્ન કરવા માટે ધમકી આપતા યુવક સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની યુવતી એપ્લિકેશન ડેવલપર્સ તરીકે નોકરી કરે છે.પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મેં કોમ્પ્યુટર એન્જિનિયરનો કોર્સ કર્યો છે.વર્ષ-૨૦૧૨ માં ડિપ્લોમા આઇ.ટી.એન્જિનિયર તરીકે કોલેજમાં અભ્યાસ કરતી હતી.ત્યારે મારી સાથે પાર્ષદ દેવચંદ ટંડેલ (રહે.પુરૃષોત્તમ પાર્ક,સુભાનપુરા) પણ અભ્યાસ કરતો હતો.અમારી વચ્ચે ગાઢ મિત્રતા હતી.પાર્ષદ મારા ઘરે આવતો જતો હોય,મારો મોબાઇલ નંબર પણ તેની પાસે હતો.અને તે મારા પરિવારથી વાકેફ હતો.અમારી વચ્ચે માત્ર મિત્રતા હતી.કોઇ  પ્રેમસંબંધ નહતો.મારા માતા પિતાએ એપ્રિલ-૨૦૨૧ માં અમારા સમાજના છોકરા સાથે સગાઇ કરવા માટે વાત કરી હતી. જુલાઇ-૨૦૨૧ માં પાર્ષદે મારી મમ્મીના મોબાઇલ ફોન પર ટેકસ મેસેજ,વોટ્સએપ તેમજ ઇ-મેલ કરી જણાવ્યું હતું કે,હું તમારી છોકરીને પ્રેમ કરૃ છું.તે મારી સાથે લગ્ન કરે તેવું સમજાવો,હું તેના વિના રહી શકુ નહી. જે યુવક  સાથે મારી સગાઇની વાત ચાલતી હતી.તે યુવકના ઇન્સ્ટાગ્રામ પર પાર્ષદે મેસેજ કર્યો હતો કે,તારી સગાઇ જેની સાથે થવાની છે.તે યુવતી સાથે વાત કરવી નહી.મારે અને યુવતીને આઠ વર્ષથી મિત્રતા છે.તેણે ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર મેસેજ કરીને મારી સગાઇ ના થાય તે માટેના પ્રયાસો કર્યા હતા.ત્યારબાદ પાર્ષદે કોન્ફરન્સ કોલ કરીને મને તથા યુવકને જણાવ્યું હતું કે,યુવતી મારી નહી થાય તો હું બીજા કોઇની પણ થવા દઉં નહી.હું મરી જઇશ અને યુવતીને પણ મારી નાંખીશ.તેમજ યુવક પણ વડોદરા આવશે તો તેને પણ મારી નાંખીશ. ગત તા.૨૧ મી નવેમ્બરે મારી કોલેજની બહેનપણીના લગ્નમાં જવા માટે હું તૈયાર થવા બ્યુટીપાર્લરમાં ગઇ હતી.ત્યાં પાર્ષદ ટંડેલ આવી ગયો હતો.તેણે મારી સાથે ઝઘડો કરતા મેં શી ટીમને બોલાવી હતી.મેં તેના વિરૃદ્ધમાં  અરજી આપતા પોલીસે કાર્યવાહી કરી હતી.પાર્ષદ મારી ઓફિસ સુધી મારો પીછો કરતો હતો.આ અંગે મારી માતાએ પાર્ષદના પિતાને કોલ કરી તેને સમજાવવા કીધુ હતું.ત્યારબાદ પાર્ષદે મારી મમ્મીને કોલ કરીને કહ્યુ ંહતું કે,તું અને તારી છોકરી ચારિત્ર્યહીન છો.તારા ઘરવાળાને હું મારી નાંખીશ.તારી છોકરીને મારાથી દૂર રાખજે નહીંતર તેને હું મારી નાંખીશ.તારી નાની છોકરીને  પણ સાચવીને રાખજે.

(7:57 pm IST)