રિલાયન્સ ઇન્ટર સ્કુલ ટુર્નામેન્ટમાં હીરામણિ શાળાનો વિજય
રાજકોટ :.. સી. બી. સી. એ. દ્વારા આયોજીત રીલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કુલ ટુર્નામેન્ટમાં અમદાવાદની હીરામણિ સ્કુલનો જે. એલ. હાઇસ્કુલ સામે ૯ વિકેટે વિજય થયો હતો. જે. એલ. હાઇસ્કુલે પ્રથમ બેટિંગ કરીને રપ.૧ ઓવરમાં ૧૦ વિકેટે પ૧ રન કર્યા હતાં. જેમાં પાર્શ્વ ખંધેરીયાએ ૮ ઓવર નાખીને ૮ રનમાં પ વિકેટ લીધી હતી. હીરામણી સ્કુલે ૯.૪ ઓવરમાં ૧ વિકેટે પર રન કર્યા હતાં. જેમાં હંસરાજ રાઠોડે ૩૪ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા અને જન્ય મહેતાએ ર૪ બોલમાં રર રન બનાવ્યા હતાં. આ રીતે હીરામણી સ્કુલનો ૯ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ વિજય મેળવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી નરહરિ અમીને અને મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીને સમગ્ર ટીમને અને કોચને અભિનંદન પાઠવ્યા હતાં. તેમ સી. ઇ. ઓ. ભગવત અમીન જણાવે છે.