ગુજરાત
News of Tuesday, 28th June 2022

શહેરાવ ગામે રૂ.1800 ની કિંમતના ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા સાથે એક શખ્સને ઝડપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના શહેરાવ ગામમાંથી રાજપીપળા પોલીસે અંગ્રેજી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે શહેરાવ ગામમાં છાપો મારતા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ (રહે.શહેરાવ પટેલ ફળીયુ તા.નાંદોદ જી , નર્મદા) નાએ પોતાના રહેણાક ઘરની પાછળ આવેલ વાળામાં એક પ્લા , ના કોથળામાં અંગ્રેજી દારૂના ક્વાટરીયા ફૂલ નંગ ૧૮ ની કુલ્લે કિ.રૂ. ૧૮૦૦ નો પ્રોહી મૂદ્દામાલ રાખી પોલીસ રેઈડ દરમ્યાન પકડાઈ જઈ ગુનો કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:23 pm IST)