ગુવાર ગામે પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી માતા પુત્ર ને મારી ઇજા કરનાર 3 સામે ફરિયાદ નોંધાઈ
(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગુવાર ગામમાં પત્ની સાથે આડા સંબધ હોવાનો વ્હેમ રાખી માર મારનાર ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે
મળતી માહિતી મુજબ ગોવિંદભાઇ અંબાલાલ તડવી (ઉ.વ .૪૫ )(રહે.ગુવાર વડલા ફળીયુ ) એ આપેલી ફરિયાદ અનુસાર ગામના મુકેશભાઇ બચુભાઇ તડવી નાઓને પોતાની પત્ની બાબતે ના આડા સબંધ નો વહેમ હોઇ ગોવિંદભાઈ પોતાના ગામના સ્ટેશન ફળીયામાં આવેલ પોતાની દુકાને હતા તે વખતે મુકેશ બચુભાઈ તડવી, કિરણભાઇ ઉર્ફે બગો હસમુખ ભાઇ તડવી અને બચુભાઇ ચુનીલાલ તડવી વ્હેમ રાખી દુકાને આવી ગમે તેમ ગાળો બોલી મુકેશભાઇ બચુભાઇ તડવીએ ગોવિંદભાઈને લાકડી વડે બે સપાટા ડાબા પગે ઘટણથી નીચેના ભાગે મારી ફ્રેક્ચર કરી તથા કિરણભાઇ ઉર્ફે બગો હસમુખ ભાઇ તડવીનાઓએ ફરીયાદીને લાકડી વડે જમણા પગે મારી ઇજા કરી . તેમજ બચુભાઇ ચુનીલાલ તડવીએ જમણા હાથના ભાગે મારી ઝપાઝપી કરી વચ્ચે છોડાવવા વચ્ચે પડેલ ગોવિંદભાઈ ની માતા મધુબેન અંબાલાલ તડવીને લાકડીનો એક સપાટો જમણા હાથે મારી ઇજા કરી જાન થી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે