ગુજરાત
News of Tuesday, 28th June 2022

થરી ગામની યુવતી ગુમ થયાના 15 દિવસ બાદ કોઈ સગડ ન મળતા પરિવા ચિંતિત:પોલીસ શોધખોળ જારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં થરી ગામની યુવતી ગુમ થયાના આજે 15 દિવસ જેવો સમય થઈ ગયા બાદ પણ હજુ સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે
ગત તારીખ 12 જૂનનાં દિવસે અમૃતભાઈ શનાભાઈ તડવીની દીકરી હંસાબેન તડવી (ઉં. વ.18)  બાથરૂમ જવાનું કહીને ગયા બાદ પરત ન આવતા તેની સગા સંબંધીઓ સહિત તમામ જગ્યાઓ પર શોધખોળ કરવા છતાં ક્યાંયે ભાળ ન મળતાં આખરે પિતાએ તારીખ 23 જૂન નાં રોજ રાજપીપળા પોલીસની મદદ માંગતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી જોકે યુવતી ગુમ થયાના પંદર દિવસ થયા બાદ હજુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી પરિવાર ચિંતિત જણાઈ રહ્યો છે બીજી બાજુ પોલીસ પણ આ બાબતે યુવતીની સતત શોધખોળમાં લાગી છે

(10:07 pm IST)