ગુજરાત
News of Tuesday, 28th June 2022

સાવલીની પોક્સો કોર્ટે 8 વર્ષના બાળકના શારીરિક શોષણ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

સાવલીની વિશેષ પોક્સો કોર્ટે 20 વર્ષના આરોપીને ફાંસીની સજા ફટકારી: આરોપીએ બાળક સાથે તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું.

વડોદરા  જિલ્લાના સાવલીની વિશેષ પોક્સો  કોર્ટે 8 વર્ષીય બાળકના હત્યાના કેસમાં 20 વર્ષના આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેમાં આરોપીએ  આઠ વર્ષના બાળક સાથે તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. જેમાં સ્પેશિયલ જજ જે એ ઠક્કરે ઓક્ટોબર 2016માં ખંડણી માટે છોકરાનું અપહરણ કરનાર ધીરેન્દ્રસિંહ ઠાકોરને ફાંસીની સજા ફટકારી હતી. તેમજ કોર્ટે વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને છોકરાના માતા-પિતાને 10 લાખ રૂપિયાનું વળતર આપવા પણ જણાવ્યું છે.

સમાચાર સંસ્થા પીટીઆઇના(PTI) જણાવ્યા અનુસાર  આરોપીને મૃત્યુદંડ આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ગુનો “દુર્લભ” શ્રેણીમાં આવે છે. આ અપરાધ પૂર્વયોજિત હતો અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના આચરવામાં આવ્યો હતો. સ્પેશિયલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ કોર્ટેમાં  અવલોકન કર્યું હતું. કોર્ટે  ઠાકોરને ભારતીય દંડ સંહિતાની કલમ 363 (અપહરણ), 364 (A) (ખંડણી માટે અપહરણ), 302 (હત્યા), 201  (પુરાવાઓ ગાયબ કરવા )  377 (અકુદરતી અપરાધ) અને POCSO ની કલમ 4 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમણે તેને IPCની કલમ 302 અને 364 (A)હેઠળ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

આ ઘટનાની વિગત મુજબ આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોરને જે તે સમયે ડેસર ગામમાં તેના દાદા-દાદી સાથે રહેતો હતો, તેણે 21 ઓક્ટોબર, 2016 ના રોજ છોકરાનું અપહરણ કર્યું હતું. જેમાં આરોપીએ છોકરાને તેના દાદા-દાદીના ઘરના રૂમમાં બંધ રાખ્યો હતો, જ્યાંથી તેણે છોકરાના પિતાને ઘણા ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા, જેમાં બાળકને છોડાવવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પૈસા મળવામાં વિલંબથી નારાજ થઈને તેણે છોકરાનું ગળું દબાવી હત્યા કરી નાખી. જ્યારે હત્યા બાદ ધીરેન્દ્રસિંહ ઠાકોરે લાશને બોક્સમાં ભરીને તે જ રૂમમાં છોડીને સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો. તેમજ લાશ મળી આવતાં તેની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી

(9:25 pm IST)