ગુજરાત
News of Tuesday, 28th June 2022

સુરત પોલીસે દિ લ ધડક સ્ટાઈલમાં ચિ કલીગર ગેંગને દબોચી લિ ધી ! : ફિ લ્મી ઢબે પાર પાડેલ ઓપરેશનાં વિ ડીયોએ સોશિ યલ મીડિ યામાં ધૂમ મચાવી

સુરત ક્રાઇમ બ્રાન્ચે ચીકલીગર ગેંગનાં ૩ ખૂંખાર સભ્યોને બારડોલી પાસેથી બાડાબંધી કરી ઝડપી પાડયા : JCB વચ્ચે મૂકી ગાડી પર ડંડાવાળી કરી તેમજ આરોપીઓને હાથકડી લગાડી લઈ જવા સુધીની ઘટનાનો લાઇવ વિ ડીયો સામે આવ્યો

સુરત તા.૨૮ : સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિ લધડક ઓપરેશન પાર પાડી ચીકલીગર ગેંગનાં ૩ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જેનો લાઇવ વિ ડીયો સોશિયલ મીડિ યામાં વાઈરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે, સુરત પોલીસે બારડોલી પાસે દસ્તાન ફાટકના રોડ પર JCB વાચ્ચે મુકી બાડાબંધી કરી કાર પર ડંડાનો વરસાદ વરસાવ્યો હતો. અને આરોપીઓ ભાગવા જતા JCB સાથે અથડાયા હતા. જ્યા પોલીસે તેમને દબોચી લઈ અને હાથકાડી પહેરાવી હતી જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને ચીખલીગર ગેંગ વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છેલ્લાં ઘણા સમયથી આ ચીકલીગર ગેંગનો આતંક જોવા મળતો હતો ત્યારે હવે ક્રાઇમ બ્રાંચને આ એક મોટી સફળતા હાથ લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીકલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા એ દરમ્યાન ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ઇકો કારને રોકવામાં આવી હતી અને કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીકલીગર ગેંગના સભ્યો ભાગી ના થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ JCB મૂકી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, પોલીસને જોતાની સાથે જ ગેંગના સભ્યોએ કારને રિવર્સ લઇને ઘટનાસ્થળેથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમની સતર્કતાને કારણે કાર પર લાકડીઓ અને ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના 3 સભ્યો ભાગવામાં અસફળ રહ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી ચીકલીગર ગેંગના સભ્યની પોલીસ શોધખોળ કરી રહી હતી. આથી, જ્યારે ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, બારડોલીના દસ્તાન ફાટક પાસે ચીખલીગર ગેંગના સભ્યો પસાર થવાના છે. જેને કારણે, વહેલી સવારમાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા આ આખેઆખું ઓપરેશન ફિલ્મી ઢબે પાર પાડવામાં આવ્યું હતું.

હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોને સુરત ક્રાઇમ બ્રાંચે લઇ જવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અંદાજે 20થી વધુ ગુનાઓને ચીકલીગર ગેંગના સભ્યો તેઓ અંજામ આપી ચૂક્યાં છે. અગાઉ પણ પોલીસ દ્વારા આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસના અગાઉના પ્રયાસ નિષ્ફળ ગયા હતાં.

(8:58 pm IST)