ગુજરાત
News of Tuesday, 28th June 2022

અમદાવાદમાં કોન્ટ્રાક્ટરે 34 ટકા વધુ ભાવે 536 કરોડનો રોડ કોન્ટ્રાકટ મેળવ્યા બાદ પણ 26 કરોડનો વધારો માંગ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યુ કે, અલગ અલગ ઝોન તથા રોડ પ્રોજેક્ટના R.K.C ઇન્ફાબીલ્ટ પ્રા.લી.ને રૂ.536.03 કરોડના રોડ કોન્ટ્રાક્ટ સામે ઉઠાવ્યા સવાલ

અમદાવાદ મનપામાં કોન્ટ્રાક્ટરે અંદાજીત ભાવ કરતા 34% વધુ ભાવે રૂ.536 કરોડનો રોડ કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ પણ રૂ.26 કરોડ વધારાની ગેરવ્યાજબી માંગણી કરી છે. જેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. રોડ પ્રોજેક્ટના 30 માંથી 28 કામનો કોન્ટ્રાક્ટ એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર પર ભાજપ સરકાર અને અધિકારીઓ મહેરબાન છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યુ કે, અલગ અલગ ઝોન તથા રોડ પ્રોજેક્ટના R.K.C ઇન્ફાબીલ્ટ પ્રા.લી.ને રૂ.536.03 કરોડના રોડ કોન્ટ્રાક્ટ અંદાજીત ભાવ કરતા 34% વધુ ભાવે તા.30.01.2020 ના રોજ આપવામા આવ્યા હતા. આ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સેન્ટ્રલ વર્જ કર્બ, ફુટપાથ કર્બ તેમજ રબર મોલ્ડ પેવર બ્લોક નાખવાના કામોનો સમાવેશ થયો હતો. વાર્ષિક કોન્ટ્રાક્ટ અંદાજીત ભાવ કરતા 34% વધુ ભાવે અપાયા હોવા છત્તા R.K.C. ઇન્ફ્રાબીલ્ટ પ્રા.લી. દ્વારા એક્સ્ટ્રા આઇટમના નામે 26 કરોડનો ભાવ તફાવત માંગવામા આવ્યો છે. જેના માટે PMC કીસ્ટોન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.નો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ વર્જ કર્બ માટે રૂ.1189 રનીંગ મીટ૨, ફુટપાથ કર્બ માટે રૂ. 1022 ૨નીંગ મીટ૨, રબર મોલ્ડ પેવર માટે રૂ.750 ચો.મીટ૨નો ભાવ વધારો મંજુર કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ અંગે ભાવ વધારાની દરખાસ્ત મુકવામા આવી છે. આ ભાવ તફાવત પ્રમાણે 26 કરોડ વધુ ચૂકવવાના થાય છે. કોન્ટ્રાક્ટ૨ દ્વારા કરવામા આવતા મોટા ભાગના કામો હજુ સુધી અધુરા છે. એક જ કોન્ટ્રાક્ટર R.K.C ઇન્ફાબીલ્ટ પ્રા.લી.ને 90 ટકા જેટલા કામો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામા આવે છે કે આ સમગ્ર પ્રકરણની યોગ્ય તપાસ કરવામા આવે. અંદાજીત ભાવથી 34% વધુ ભાવે કોન્ટ્રાક્ટ અપાયા પછી વધુ ભાવ તફાવતની માંગણી તદ્દન ગેર વ્યાજબી છે. પ્રશ્ન એ છે કે શું કોર્પોરેશન દ્વારા નબળી ગુણવત્તાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે?

કોંગ્રેસનો આક્ષેપ છે કે જે કામ તે જ કોન્ટ્રાક્ટર આરકેસી ઈન્ફેબિલિટને જ આપવામાં આવે છે. શું આ સ્થિતિ દર્શાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોની કમી છે? કોંગ્રેસ માંગ કરે છે કે આ સમગ્ર પ્રકરણની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે

(8:55 pm IST)