ગુજરાત
News of Tuesday, 28th June 2022

શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફારઃ માન સરોવરમાં નવા નીરના વધામણા કરાશે

સવારે મંદિરે 10.45ના બદલે 11.30 વાગ્‍યે દર્શન બંધ થશે

અમદાવાદ: યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ ની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તેમજ હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતી ના સમય માં પણ ફેરફાર થશે સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજી ની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શન નો લાભ મળશે.

અષાઢીબીજ થી દર્શન નો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે એટલુજ નહી અષાઢી બીજ ના દિવસે પવિત્ર માનસરોવર માં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.

આરતી સવારે – 7.30 થી 8.00

દર્શન સવારે - 8.00 થી 11,30

બપોરે આરતી બંધ કરવા માં આવી છે

બપોરે દર્શન – 12.30 થી 16.30

સાંજે આરતી -19.00 થી 19.30

દર્શન સાજે - 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે.

(5:11 pm IST)