ગુજરાત
News of Monday, 27th June 2022

દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બે પોલીસ મથકોમાં એક ઓગસ્ટ 2021 થી તારીખ 11 જૂન 2022 સુધીમાં પલસાણા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ગામોમાં 113 કેસો નોંધાયા

દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બે પોલીસ મથકોમાં ગત તારીખ એક ઓગસ્ટ 2021 થી તારીખ 11 જૂન 2022 સુધીમાં પલસાણા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ગામોમાં 113 કેસો નોંધાયા હતા જેમાં 90 હજાર બસ્સો 19 બોટલો ની કુલ કીમત રૂપિયા એક કરોડ 14 લાખ 71 હજાર 660નો દારૂ તેમજ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ગામોમાં 135 કેસો નોંધાયા હતા જેમાં 90 હજાર સાત બોટલો ની કુલ કીમત રૂપિયા એક કરોડ 39 લાખ 41 હજાર 288 નો દારૂ મળી કુલ બે પોલીસ મથક થઈ દશ મહિનામાં 248 કેસો કરવામાં આવ્યા હતા.

જે ગુnaમાં પકડાયેલ બે કરોડ 54 લાખ 12 હજાર 948 ના દારૂનો બારડોલી તાલુકાના કિકવાડ ગામે ઉચ્ચ અધિકરીઓની હાજરીમાં સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે કરવામાં આવ્યો હતો.

(1:33 am IST)