ગુજરાત
News of Tuesday, 28th June 2022

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથની ૧૪પ મી રથયાત્રામાં પ્રથમ વખત અયોધ્યામાં તૈયાર થનાર ભવ્ય રામમંદિરની ઝલક દર્શાવતો ટેબ્લો રજુ કરવામાં આવશે

ભવ્ય રામ મંદિર-જમાલપુર જગન્નાથ મંદિરની પણ ઝાંખી

અમદાવાદમાં ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં પહેલીવાર અયોધ્યામાં તૈયાર થનાર ભવ્ય રામમંદિરની ઝલક દર્શાવતો ટેબ્લો રજૂ કરવામાં આવશે તેમજ ભવ્ય રામમંદિર તેમજ જમાલપુર જગન્નાથ મંદિરની પણ ઝાંખી કરાવતી ટ્રક જોડાશે.

આ ઉપરાંત અમરનાથ યાત્રાનું ટેબ્લો પણ રજૂ કરાશે. રામ મંદિરનું શિખર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ચાંદીની જે ઇટો મૂકવામાં આવી હતી તેવી પ્રતિકૃતિ દર્શાવતી ટ્રક રથયાત્રામાં જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રૂ. 1.50 કરોડનો વીમો લેવામાં આવશે. ભગવાન જગન્નાથની મંદિરમાં ત્રણ દિવસના ઉત્સવ અને રથયાત્રમાં ભાગ લેનાર લોકો માટે માસ્ક પહેરવા જરૂરી છે. નાસિક, ઉજ્જૈન, અયોધ્યા, હરદ્વાર, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2 હજાર જેટલા સાધુસંતો રથપાત્રમાં જાડાશે.

145મી રથયાત્રામાં લોકોને ભારતીય સંસ્કૃતિ ઉપરાંત ધાર્મિક, દેશપ્રેમ અને વેશભુષાનો ઝાંખી કરાવતી ટ્રકો જોવા મળશે. ઇસનપુરના રહીશ દ્વારા સમગ ટેબ્લો તૈયાર કરાશે. અયોધ્યામાં બનનારા રામ મંદિરની ટ્રક જોડાશે જેમાં ફાઇબરની શીટથી આખું ભવ્ય રામમંદિર ઉભું કરવામાં આવશે. રામ મંદિરનું શિખર, હનુમાનજીની મૂર્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દોરા જે ચાંદીની ઇટો મુકવામાં આવી હતી, તેની પ્રતિકૃતિ વગેરેથી સમગ્ર મંદિર બનાવવામાં આવશે અને રથયાત્રામાં લોકોને રજૂ કરવામાં આવશે.

દરેક ટ્રકમાં મગ, જાંબુ, કેરીનો પ્રસાદ આપવામાં આવશે. જ્યારે પણ ટ્રક જ ઊભી રહેશે ત્યાં જ પ્રસાદ આપવામાં આવશે એક ટ્રકમાં 25 માણસો, પાંચ કોન્સ્ટેબલ, બે હોમગાર્ડ અને એક PSI કક્ષાના અધિકારી રહેશે. દર વર્ષે રથયાત્રામાં જોડાનારી ટ્રકોનું ફિટનેસ સર્ટિફિકેટ જમાલપુર ખાતે આવેલા એએમટીએસના ડેપો ખાતેથી કાઢીને આપવામાં આવતું હતું પરંતુ ચાલુ વર્ષે સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ ખાતેથી ટ્રકમાં માલિકો દ્વારા કઢાવવા સૂચના આપવાને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ટ્રક એસોસિએશનના કહ્યું કે, રથયાત્રામાં 101 જેટલી ટ્રકો અને એસોસિએશનની જીપ જોડાશે. 11 ધાર્મિક, 11 શણગારેલી અને 11 વેશભૂષા દર્શાવતી ટ્રકોને ટ્રક એસોસિયેશન તરફ્થી ઇનામ આપવામાં આવશે. રથયાત્રાના દિવસે સૌથી પહેલા વહેલી સવારે છ વાગ્યે જે 10 ટ્રકો જગન્નાથ મંદિરે રથયાત્રામાં જોડાવા પહોંચશે તેને પોલીસ તરફ્થી કુલ 3 લાખનું ઇનામ આપવા માં આવશે

(10:39 pm IST)