ગુજરાત
News of Tuesday, 28th March 2023

વાંધાજનક ફેસબુક પોસ્ટ પર એક્શન

મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવાનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

ધમકી આપનાર શેતલ લોલિયાણીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે શેતલ લોલિયાણી નામના યુવાનની ધરપકડ કરી છે. ફેસબુક પર શેતલ PMને મારી નાખવાની ધમકીની પોસ્ટ મૂકી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે PM મોદીને ધમકી આપનાર યુવાનની ધરપકડ કરી છે. ફેસબુક પર શેતલ નામાના યુવાને PMને મારી નાખવાની ધમકીની પોસ્ટ મૂકી હતી. તેમજ અપમાનજનક શબ્દો લખી પોસ્ટ લખનાર શેતલ લોલિયાણીની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાપ્ત વિગતો મુજબ આ યુવાને ૨૫ માર્ચના રોજ ધમકી ભરી પોસ્ટ કરી હતી.

(1:17 am IST)