ગુજરાત
News of Sunday, 28th February 2021

વિરમગામની ત્રિપદા ગુરુકુલમ પ્રાયમરી સ્કૂલમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

શોધો, વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ અને તે સાથે શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, પ્રાયોગિક કાર્ય કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :28 ફેબ્રુઆરી એટલે કે વિજ્ઞાન દિવસ. વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા ત્રિપદા ગુરુકુલમ પ્રાયમરી સ્કૂલ (ગુજરાતી મીડીયમ)માં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન દિવસની માહિતી, વિજ્ઞાનની ઉપયોગીતા, તેની શોધો, વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ અને તે સાથે શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, પ્રાયોગિક કાર્ય કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ 6 થી 10 નાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને શાળાના વિજ્ઞાન શિક્ષક મૌલિક દવે દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું તેમ ત્રિપદા ગુરુકુલમ પ્રાયમરી સ્કૂલ (ગુજરાતી મીડીયમ)ના આચાર્ય બ્રીજેન પંડ્યાએ જણાવ્યું હતું.

(6:35 pm IST)