ચલથાણ ગામની હદમાં જિલ્લા LCB ની ટીમે ટેમ્પાની આડમાં છુપાવી લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એકને પકડી પાડ્યો
૪.પ લાખની વધુનો મુદ્દામાલ કબ્જો કરાયો
બારડોલી, જિલ્લા LCB ની ટીમે ચલથાણ ગામની હદમાં ને લ.હા.48 પર પ્રિન્સ હોટલ સામે ટેમ્પામાં વેસ્ટની આડમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી 4.55 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે વોન્ટેડ કર્યા
શનિવારે વહેલી સવારે જિલ્લા LCB ની ટીમ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન LCB ના હેડ કોન્સ્ટેબલ ચિરાગ જયંતિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ દિપક અનિલભાઈ ને બાતમી મલી હતીકે પલસાણા તરફથી એક અશોક લેલન્ડ ટેમ્પો નંબર (GJ 16 W 4172) વેસ્ટ કોટનની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમી આધારે ચલથાણ પ્રિન્સ હોટલ સામે વોચ રાખી ઊભા હતા દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવી ચડથતા તેને ઊભો રાખી તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી કુલ 1668 બોટલો ની કીમત 2.43 લાખ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 4, 58,500 દારૂનાં મુદ્દામાલ સાથે ડ્રાઇવર અયાઝ હુસેન મહમદ રફીક અન્સારી (રહે.રામપુરા સુરત શહેર)નાઓની અટક્યાત કરી આ દારૂ મોકલનાર અઝાન અને મંગાવનાર અબ્દુલ સેઝાદ અબ્દુલ સ્ટાર શેખને પોલીસે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો.