ગુજરાત
News of Saturday, 28th January 2023

ઘઉં અને લોટમાં ભાવ ધટાડાની ચર્ચા થઇ રહી છેઃ કેન્‍દ્ર સરકારે ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંની નિકાસ પર પણ પ્રતિબંધ મુકયો છે

ટુંક સમયમાં ઘઉં, લોટમાં ઘટાડો આવી શકે

હાલ ઘઉં અને લોટમાં ભાવ ઘટાડાની ચર્ચા થઈ રહી છે.જેમાં કેન્દ્ર સરકાર ઘઉંના ભાવને અંકુશમાં લેવા એક પછી એક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

જેથી ટૂંક સમયમાં ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો આવી તેવી સ્થિતિ જન્મી છે આ દરમિયાન હવે ચોખાની અછત સર્જાતી હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે મામલે તમામ રાજ્યને સૂચના આપી છે.

ચોખાની ખરીદી મામલે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જારી કરી રાજ્યોને માર્ગદર્શિકા મોકલી છે. રાજ્ય સરકારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેથી રૂ.3400 રૂપિયે પ્રતિ ક્વિન્ટલના ભાવે ચોખા ખરીદી શકે છે. ત્યારબાદ રાજ્યોને 34 રૂપિયા કિલોના ભાવે ચોખા આપવામાં આવશે. FCI પાસેથી સમાન દરે ચોખા ખરીદી શકાય છે.

કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા 2023માં ચોખાની વિવિધ જાતના ભાવ ફિક્સ કરવામા આવ્યા છે અને આ દર પ્રમાણે જ FCI દ્વારા રાજ્યોની ચોખાનું વેચાણ કરવામાં આવશે. જો કે કેટલા ચોખા આપવામાં આવશે. તે અંગે હજુ સુધી નક્કી થયુ નથી. તેની સંપૂર્ણ સત્તા FCI પાસે જ છે. એટલે કે FCI જે રાજ્યોમાં ઈચ્છે ત્યાં ધાન્ય આપી શકે છે.

પારદર્શિતા માટે, માલની ખરીદી કેન્દ્ર અને રાજ્ય સરકારની હરાજી દ્વારા કરાઈ છે. પરંતુ આ ધાન્યની ખરીદી માટે કોઈ ટેન્ડર કે ઈ-ઓકશન જરૂરી કરવામાં આવ્યું નથી. મહત્વનું છે કે દેશની કંપનીઓ બાયો ફ્યુઅલ પોલિસી હેઠળ ઇથેનોલ બનાવવા માટે ચોખા ખરીદે છે.નવી ગાઈડલાઈન પ્રમાણે કંપનીઓ ઈ-ઓક્શન દ્વારા જ ચોખાની ખરીદી કરી શકશે. જેમાં ચોખાની કિંમત 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જો રાજ્ય સરકારો EPFCI પાસેથી ફોર્ટિફાઇડ ચોખા ખરીદશે તો ક્વિન્ટલદીઠ વધારાના 73 રૂપિયા ચૂકવવા પડશે.

(11:55 pm IST)