ગુજરાત
News of Wednesday, 27th December 2017

કેબીનેટ સાંજે અથવા કાલે, ખાતા ફાળવણીમાં વિલંબ

અત્યારે ખાતા ન હોય એવા પ્રધાનો!

ગાંધીનગર, તા. ર૭ : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સરકારે ગઇકાલે શપથ લીધા બાદ આજે સવારે ખાતા ફાળવણી માટે પ્રથમ કેબીનેટ બેઠક મળનાર હતી તે મોકુફ રહી છે. મુખ્યમંત્રી આજે હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રીની શપથવિધિમાં ગયા હોવાથી આજે સવારની કેબીનેટ થઇ શકી નથી. હવે કેબીનેટ બેઠક આજે મોડી સાંજે અથવા આવતીકાલે મળનાર હોવાનું જાણવા મળે છે. ખાતા ફાળવણીમાં વિલંબ ચર્ચાનો મુદ્દો બન્યો છે. સરકારી સુવિધા મળી ગઇ છે પણ તમામ પ્રધાનો ખાતા વગરના છે

(11:44 am IST)