ગુજરાત
News of Sunday, 27th November 2022

સરદાર સરોવર બંધને કારણે કચ્છ કાઠિયાવાડમાં નર્મદાનું પાણી પહોંચ્યુ: સુરતમાં વડાપ્રધાન મોદી

સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી વિકાસનું અમૃત બની રહ્યુ છે. સુરતના લોકોએ એક વાતનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. 

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની કમાન પીએમ મોદીએ હાથમાં લીધી છે સુરતમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે સરદાર સરોવર બંધને કારણે જ કચ્છ કાઠિયાવાડમાં નર્મદાનું પાણી પહોંચ્યુ છે. સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી વિકાસનું અમૃત બની રહ્યુ છે. સુરતના લોકોએ એક વાતનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. આપણે આ વાતને ક્યારેય ન ભૂલવી જોઈએ, પંડિત નહેરુએ જેનો શિલાન્યાસ કર્યો હતો, 50 વર્ષ સુધી નર્મદા યોજનાને ખોરંભે ચડાવી, વિશ્વભરમાં ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી ન રાખ્યુ, 50 વર્ષ ગુજરાતની ત્રણ ત્રણ પેઢીઓને તબાહ કરવાનુ કામ એ લોકોએ કર્યુ છે.

વડાપ્રધાને કહ્યુ આજે ટેક્સ્ટાઈલ તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. એક જમાનો હતો ગુજરાત ખાલી ટ્રેડિંગ સ્ટેટ ગણાતુ હતુ પરંતુ આજે ગુજરાતની ગણતરી દેશના સૌથા મહત્વના મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે થવા લાગી છે. આજે ગુજરાતમાં 16 લાખ કરોડનુ મેન્યુફેક્ચરીંગ થાય છે

(11:02 pm IST)