ગુજરાત
News of Friday, 27th November 2020

કઠલાલમાં ફાગવેલ ભાથીજી મંદિરમાં કોરોના વાયરસના કારણોસર દેવદિવાળીનો મેળો બંધ રાખવામાં આવ્યો

કઠલાલ: શહેરના ફાગવેલ ભાથીજી મંદિર દેવદિવાળીનો મેળો બંધ રખાયો છે.કોરોના મહામારીને ધ્યાને રાખી વર્ષે મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.મંદિરમાં ફક્ત દર્શન સરકારી ગાઇડલાઇન અનુસાર થઇ શકશે.

ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલ ખાતે આવેલ ભાથીજી મહારાજ ના મંદિર ખાતે પ્રતિવર્ષ દેવદેળાળી ના દિવસોમાં સાત દિવસીય લોક મેળો ભરાતો હોય છે. લોક મેળામાં સમગ્ર ગુજરાત માંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભક્તો તેઓની માન્યતા અને દર્શન કરવા માટે આવતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ફાગવેલ ખાતે ભરાતો ભાથીજી મંદિર ખાતે ભરાતો મેળો બંધ રાખવામાં આવ્યો છે.જે અનુસાર તા.૨૮ નવેમ્બર થી આગામી તા. ડીસેમ્બર સુધી ભરાતો લોકમેળો બંધ રાખવામાં આવ્યો છે.જ્યારે મંદિરમાં પણ દર્શન સમય સવારે થી સાંજના વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે.જેમાં પણ દર્શાનાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરી સોશીયલ ડીસ્ટન્સનુ પાલન કરવાનુ રહેશે.

(6:13 pm IST)