ગુજરાત
News of Tuesday, 27th September 2022

સુરત:ડિંડોલીમાં દારૂ પીવાની ના પાડતા વૃધ્ધે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત : ડીંડોલીમાં દારૃ પીવાની ના પાડતા વૃધ્ધ અને માનસિક બિમારીના લીધે મહિલા તથા કતારગામમાં ગૃહ કંકાસમાં મહિલાએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં લક્ષ્મીનારાયણ નગર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય સુખલાલ પોપટભાઇ ચૌધરી રવિવારે રાતે ઘર પાછળ ખુલ્લી જગ્યામાં ઝેરી દવા પી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં આજે સવારે તેમનું મોત નીંપજયુ હતુ. પોલીસે કહ્યુ કે સુખલાલ દારૃ પીવાની ટેવ હતી. તેથી તે પરિવારના સભ્યો પાસે દારૃ પીવા માટે પૈસા માંગતા હતા. જેથી પરિવારના સભ્યોએ ઠપકો આવાથી તેમને માંઠુ લાગતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે નિવૃત જીવન ગાળતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં ડીંડોલીમાં નવાગામમાં દિપકનગરમાં રહેતી ૩૫ વર્ષીય નિતુબેન દિનેશભાઇ મેવાડા રવિવારે સાંજે ઘરે પંખાના હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ ગઇ હતી. જોકે તેમના પરિવારના સભ્યોની નજર પડતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે કહ્યુ કે નિતુબેન છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બિમારી પીડાતા હોવાથી દવા ચાલતી હતી. જોકે તે બિમારીના લીધે તેણે આ પગલુ ભર્યુ હતુ. તે મુળ રાજસ્થાનના વતની હતા. તેમને ચાર સંતાન છે. તેમના પતિ કરીયાણાની દુકાન ચલાવે છે. આ બંને બનાવ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:34 pm IST)