ગુજરાત
News of Sunday, 27th September 2020

સુરત ડ્રગ પ્રકરણમાં ભાવનગરના દૂધાળાના રહીશ પ્રજ્ઞેશ ઠુંમરનું નામ સપાટી પર આવ્યું : મુખ્ય સુત્રધાર હોવાનું અનુમાન

એમ.ડી. ડ્રગ પ્રકરણમાં વધુ બેની ધરપકડ કરાઇ

સુરતઃ  સુરતમાં તાજેતરમાં ચગલા એમ ડી ડ્રગ્સ કૌભાંડમાં વરાછા એલ.એચ રોડ પર રંગ અવધૂત સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના દુધાળા ગામનો રહેવાસી પ્રજ્ઞેશ પ્રવિણ ઠુમ્મર એમડી ડ્રગ્સ બનાવવામાં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.

પ્રજ્ઞેશ ઠુમ્મર વાપીની કેમિકલ ફેકટરીઓમાંથી કેમિકલ મેળવતો હતો. ભગત અને રામુ નામના વ્યક્તિઓ કેમિકલ આપતા હતાં. પ્રજ્ઞેશ ઠુમ્મર જ સંકેતને ડ્રગ્સ બન્યા પછી કોને સપ્લાય કરવાનું તે બાબતેની પણ લાઇનદોરી પણ આપતો હતો.

પ્રજ્ઞેશ અને સંકેત ધંધામાં સરખા ભાગીદાર

તેઓ સાથે મળી ને ડ્રગ્સના ધંધા કરતાં હોવાથી જે રૂપિયા મળતાં હતાં તે પ્રજ્ઞેશ અને સંકેત સરખા ભાગે વહેંચી લેતા હતા. પ્રજ્ઞેશ ઠુમ્મર સાથે અન્ય લોકો પણ હોવાથી બેથી ક્રાઇમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચે સંકેતની ધરપકડ બાદ કડોદરા ખાતે એક કેમિકલ ફેકટરીમાં દરોડા પડ્યા હતાં. આ ફેક્ટરીમાં સંકેતે જ પ્રજ્ઞેશ ઠુમ્મરને એમડી બનાવવાની રીત શીખવી હતી.

સંકેત એરોનોટિક્સમાં એન્જિનિયર

ત્રણ આરોપીની પૂછપરછમાં મુખ્ય આરોપી એવા એરોનોટિક્સમાં એન્જિનિયરિંગ કરનારા સંકેત અન્ય લોકો સાથે મળું એમ ડી ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે સંકેતના મિત્ર પ્રજ્ઞેશ ઠુમ્મર અને અગાઉ પકડાયેલા સલમાન ઝવેરીના ખાસ મિત્ર મોહંમદ સુફીયાન ઉર્ફે બાબા મેમણની ધરપકડ કરી છે.

1.31 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી, આ તપાસમાં એક મહત્વનો ખુલાસો થયો છે, જેમાં હીરાના વેપારીએ પુત્ર જેને બી.ફાર્મનો અભ્યાસ કર્યો છે, તે એમ ડી ડ્રગ્સ બનાવવા લાગ્યો હતો. આ ઉપરાંત અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં વધુ મોટામાથાઓની ધરપકડ શક્ય

જોકે આગામી દિવસમાં મોટો માથાઓની ધરપકડ કરવામાં આવશે તેવું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કરી રહ્યા છે.સુરતમાં એમ ડી ડ્રગ્સ સહિતના નશાના કારોબારને તોડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ક્રાઇમ બ્રાંચે સવા કરોડ પ્રતિબંધિત એમ ડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

(3:03 pm IST)