ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા સિવિલ, સિસ્ટમ, ઇલેકટ્રીક, રોલિંગ સ્ટોકમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરાશે
3 થી 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી મળશે
કોરોનાના કહેર વચ્ચે પણ સરકારી નોકરીઓની તક ખૂલી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) દ્વારા વિવિધ પદ પર સરકારી નોકરીઓની ઓફર કરી છે. સિવિલ, સિસ્ટમ્સ, ઈલેક્ટ્રિક, રોલિંગ સ્ટોકમાં વિવિધ પદ પર ભરતી (job vacancy) માટે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ઈચ્છુક ઉમેદવાર http://www.gujaratmetrorail.com/careers/ લિંકના માધ્યમથી તમામ પદ પર અરજી કરી શકે છે.
જીએમઆરસીની ભરતી માહિતી અનુસાર, આ ભરતી અભિયાનના માધ્યથી કુલ 15 પદ પર ભરતી કરવામાં આવશે. સિલેક્ટેડ ઉમેદવારોની 3 થી 5 વર્ષ સુધી ‘કોન્ટ્રાક્ટ’ બેઝ પર નોકરી આપવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 20 ઓગસ્ટ 2021
પોસ્ટ અંગેની માહિતી
ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર (સિવિલ) - 8 પદ
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદ
એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદ
જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ
મેનેજર (મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) (પરિવહન યોજના) - 1 પદ
ઉમરની મર્યાદા
જનરલ મેનેજર - 55 વર્ષ
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 53 વર્ષ
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 50 વર્ષ
સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) - 48 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) - 45 વર્ષ
મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 40 વર્ષ
પગાર કેટલો રહેશે
જનરલ મેનેજર - 120000‐280000
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) -100000‐260000
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 90000-240000
સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) -80000‐220000
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) -70000‐200000
મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 60000‐180000