ગુજરાત
News of Monday, 27th June 2022

અમદાવાદના બોપલ પોલીસ સ્‍ટેશનની બહાર લાગેલ સુચનાનું બોર્ડ ‘ટુંકા વષાો પહેરીને આવવુ નહીં' ફરી ચર્ચામાં આવ્‍યુ

આ બોર્ડ એપ્રિલ મહિનાથી પોલીસ સ્‍ટેશનની બહાર લાગેલ હોય તેને રાખવુ કે નહીં તેના વિશે કોઇ અધિકારી કંઇ કહેતા નથી

અમદાવાદઃ અમદાવાદ વિસ્‍તારમાં બોપલ પોલીસ સ્‍ટેશન બહાર એક ચર્ચાસ્‍પદ બોર્ડ લાગેલુ છે. જેમાં એવી સૂચના એ છે કે, ‘કોઇએ ટુંકા વષાો પહેરીને આવવુ નહીં'. આ સુચનાનું અર્થઘટન કરતા અનેક તર્ક-વિતર્ક સવાલો મુલાકાતીઓમાં થાય છે. પરંતુ ફરજ પરના અધિકારી આ બાબતે કહે છે કે તે એપ્રિલ મહિનાથી લાગેલુ છે.

હાલ અમદાવાદનું એક પોલીસ સ્ટેશન ચર્ચામાં આવ્યુ છે. કારણે આ પોલીસ સ્ટેશન ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની બહાર સૂચના લખવામાં આવી હતી કે ટૂંકાં વસ્ત્રો પહેરીને આવવું નહીં.

પોલીસ સ્ટેશનમાં લોકો પોતાની ફરિયાદ લઈને આવે છે. પોલીસ અધિકારીઓનુ કામ તેમની ફરિયાદ સાંભળીને તેને સોલ્વ કરવાનું છે. પરંતુ આવનારા લોકોના કપડા સાથે તેની કોઈ નિસ્બત હોતી નથી. લોકો શું પહેરીને આવે તેનાથી પોલીસની કામગીરી પર કોઈ ફરક પડવો ન જોઈએ. છતાં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની બહાર બોર્ડ મારવામાં આવ્યુ છે કે, ‘મુલાકાતીઓએ પોલીસ સ્ટેશનમાં ટૂંકા કપડાં પહેરીને આવવું નહીં.’

આ બોર્ડ એપ્રિલ મહિનાથી પોલીસ સ્ટેશનની બહાર લાગેલુ છે, છતાં તેને કાઢવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. આ વિશે બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યુ કે, ‘મેં 30 એપ્રિલ, 2022ના રોજ ચાર્જ લીધો તે પહેલાંથી જ બોર્ડ લાગેલું હતું. આ પહેલાં લગાવવાનું કારણ એ હતું કે લોકો ગંજી-બંડી પહેરીને આવતા હતા, જેથી મહિલાઓને ખરાબ લાગતું હતું.’

પોલીસ ઈન્સ્પેક્ટરની આ દલીલ કેટલી યોગ્ય ગણાય. જો બોર્ડ તેમના પહેલા લાગેલુ હતું તો તેમણે હટાવવાની જવાબદારી કેમ ન લીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલુ આ પેઈન્ટિંગ હાલ અનેક સવાલો પેદા કરે છે. પોલીસ સ્ટેશનમાં જો આવી માનસિકતા જોવા મળે તો કેવુ ચાલે. દેશમાં ગમે તે વ્યક્તિ ગમે તેવા કપડા પહેરવા સ્વતંત્ર છે.

(5:16 pm IST)