ગુજરાત
News of Wednesday, 27th January 2021

સુરતમાં ફાર્મ હાઉસ ઉપર જુગાર રમતાં ૪ મહિલા સહિત ૭ જબ્બે

સુરતના કામરેજ તાલુકાના ગામ પર પોલીસ ત્રાટકી : પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન મળી કુલ ૬૯,૮૮૦ રૂ. નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બારડોલી, તા. ૨૭ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં આસ્તા ગામની સીમમાં આવેલ ફાઇવસ્ટાર ફાર્મ હાઉસના રૂમમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલ ૪ મહિલા સહિત સાત વ્યક્તિને કામરેજ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ ૬૯,૮૮૦ રૂ. નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાની કામરેજ પોલીસની ટીમે બાતમીના આધારે ગતરોજ આસ્તા ગામની સીમમાં આવેલ ફાઈવસ્ટાર ફાર્મહાઉસમાં રેડ કરી હતી. તે દરમ્યાન ફાર્મહાઉસના મકાનમાં બેસી જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત સાત વ્યક્તિને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલ ઘનશ્યામભાઇ જીવાભાઇ કોડીયા (રહે, ઓપેરાપામ ખોલવગામ તા.કામરેજ જી.સુરત મુળ રહે. સેડુભા તા.જી.અમરેલી), શૈલેશભાઇ ધનજીભાઇ માયાણી (રહે.રાજસેલી સોસાયટી ઘર નં. ૧૦૩, મોટા વરાછા, સુરત શહેર મુળ રહે. વડાલગામ તા.ભેંસાણ જી.જુનાગઢ), રમેશભાઇ ધીરૂભાઇ ખુંટ (હાલ રહે. સૌરાષ્ટ્ર દર્શન સોસાયટી, ઘર નં.૨૩, તા.કામરેજ જી.સુરત મુળ રહે.માનવીલાસ તા.ગારીયાધાર જી.ભાવનગર),  ગીતાબેન ભાવેશભાઇ જીવાભાઇ ભીલ (રહે.અયોધ્યા સોસાયટી ઘર નં. બી-૩૧ પુણા સુરત શહેર મુળ રહે. વેળાકોટ તા.ગીરગઢડા જી.સોમનાથ), જશુબેન રણજીતસિંહ નાથુસિંહ દેવડા (રહે. ઇશ્વરકૃપા સોસાયટી ઘર નં. ૫૭, કુબેર નગર રોડ વરાછા સુરત મુળ રહે.સ્વરૂપગંજ તા.પીડવાળા જી.સિરોઇ (રાજસ્થાન), નીતાબેન વજુભાઇ કેશુભાઇ ઢઢાણીયા (રહે. ઓમટાઉનશીપ ઘર નં. ૨૦૪ વિભાગ ૧, પાસોદરા તા.કામરેજ જી.સુરત મુળ રહે. કેશોદ તા.કેશોદ જી.જુનાગઢ), આરતીબેન ભુપતભાઇ લાભશંકરભાઇ ઠાકોર (રહે. એચ.આર.પી. સોસાયટી ઘર નં.૨૭, કઠોદરાગામ તા.કામરેજ જી.સુરત મુળ રહે. મોટામુજીયાસરગામ તા.જી.અમરેલી) ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૬૯,૮૮૦ રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:53 pm IST)