News of Thursday, 26th November 2020
વડોદરાના મહાનગર પાલિકાના પૂર્વ ઝોનમાં ત્રણ વોર્ડમાં બોડી સેનિટાઇઝ કરવાના મશીન પાછળ 2.40 લાખનો ખર્ચ
વડોદરા:મહાનગર પાલિકાના પૂર્વ ઝોનના ત્રણ વોર્ડમાં બોડી સેનીટાઇઝ કરવા માટે સેનેટાઈઝિંગ યુનિટ લગાવવા પાછળ કુલ રૂપિયા 2.40 લાખનો ખર્ચ થયો હતો.
ત્રણ વોર્ડમાં બોડી સેનેટાઈઝર કરવાનું યુનિટ લગાવવામાં આવ્યું હતું તેની પાછળનો ખર્ચો મંજુર કરવા અંગેની સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવતા વિવાદ સર્જાયો છે.
જી.પી.એમ.સી. એક્ટની કલમ 68સી મુજબ કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વિના સમગ્ર કામગીરી થતા આ બાબતે સ્થાયી સમિતિનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
(6:01 pm IST)