ગુજરાત
News of Tuesday, 26th September 2023

પાલનપુર હાઈવે પરથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો: ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

રાજસ્થાનના બાડમેરથી શંકાસ્પદ ઘી અમદાવાદ લઈ જવાતું હોવાનું સામે આવ્યું

 પાલનપુર હાઈવે પરથી એક હજારથી વધુ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પાલનપુર પોલીસે પીકઅપ વાનમાંથી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના બાડમેરથી શંકાસ્પદ ઘી અમદાવાદ લઈ જવાતું હોવાનું સામે આવ્યું છે. ફુડ વિભાગે ઘીના સેમ્પલ લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે તો પાલનપુર તાલુકા પોલીસે ઘીનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે

(6:14 pm IST)