ગુજરાત
News of Saturday, 25th June 2022

અમદાવાદમાં ફાયર વિભાગે સપાટો બોલાવ્યો: 193 જેટલા કોમર્શિયલ એકમો કરી દીધા સીલ

ફાયર ખાતાએ પાંચ દિવસમાં 860થી વધુ બિલ્ડીંગોને પાણી અને વીજળી કાપવાની નોટિસ આપી

અમદાવાદ: શહેરમાં ફાયર એનઓસીને લઈને ઉદાસીનતા જોવા મળે છે. ફાયર ખાતાએ પાંચ દિવસમાં 860થી વધુ બિલ્ડીંગોને પાણી અને વીજળી કાપવાની નોટિસ આપી હતી. ત્યારબાદ કોમર્શિયલ એકમોમાં સિલિંગની કાર્યવાહી હાથ ધરી છે.

શનિવારે 193 કોમર્શીયલ એકમો સીલ કરવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટીને લઈને હાઇકોર્ટની વારંવારની ટકોર છતાં હજુ પણ મોટી સંખ્યામાં હાઇરાઇઝ ઇમારતોમાં ફાયર એનઓસીનો અભાવ છે. હાલમાં તંત્ર દ્વારા સિલિંગની કાર્યવાહી કરવામાં આવે છે.

આગામી દિવસોમાં નળ તેમજ ડ્રેનેજના કનેકશન કાપવાની ચીમકી પણ આપવામાં આવી છે. સીલ કરેલા એકમની વાત કરીએ તો મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે પ્રતીક્ષા કોમ્પ્લેક્ષ તેમજ પાલડી વિસ્તારના ૧૨૫ યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા. તો અન્ય સરોજ ચેમ્બર તેમજ આશ્રમ રોડ પરના સાનિધ્ય બિલ્ડિંગ સહિત કુલ ૫૦ યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા

(12:44 am IST)