ગુજરાત
News of Friday, 26th February 2021

તાકાત હોય તો કોંગ્રેસ કાર્યકરોને ડરાવી જુઓ :કોઈ ભાજપનો દાદા હોય કે લુખ્ખો,, : ધારાસભ્ય કિરીટ પટેલના વિવાદી બોલ

જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી ઉચ્ચારી દેતા મોટો હોબાળો

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી રવિવારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં આવ્યું છે.

પાટણના બાલીસણાની સભામાં પ્રશાસન ભાજપને સરેઆમ ધમકી આપી છે, તેમને સભાના જાહેર મંચ પરથી ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે તાકાત હોયય તો કોંગ્રેસ કાર્યકરોને ડરાવી જુએ. તેઓ આટલેથી અચકાયા નહોતા. તેમણે પોલીસ, કલેક્ટર અને ભાજપ નેતાઓને ખુલ્લી ધમકી આપી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણના બાલીસણા ખાતે કિરીટ પટેલે જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી ઉચ્ચારી દેતા મોટો હોબાળો મચ્યો છે.

તેમણે કોંગ્રેસ કાર્યકરોને ડરાવવા ધમકાવવા મુદ્દે ભાજપના લોકોને ખુલ્લી ધમકી આપી છે. તેમણે સભાના રંગમંચ પરથી જણાવ્યું હતું કે, મારા બાલીસણા જિલ્લા પંચાયતની સીટ કે રણુજ જિલ્લા પંચાયત સીટ પર જો કોઈ ભાજપનો દાદા હોય, લુખ્ખો હોય તો સાંભળી લે.

કોઈ ભાજપનો લુખ્ખો એમ કહેતો હોય કે પોલીસ અમારી છે, ડીઓ અમારા છે, કલેકટર અમારા છે વહીવટી તંત્ર અમારું છે તેવું સમજવા વાળા સાંભળી લે. પોલીસના પી.આઈના બાપની તાકાત હોય, ડીએસપીના બાપની તાકાત હોય, કલેકટરના બાપની તાકાત હોય, ભાજપના કોઈ લુખ્ખાના બાપની તાકાત હોય તો અમારા મતદારો કે ઉમેદવારોની ડરાવી જોવે તેવી ચીમકી ઉચ્ચારતા હોબાળો મચ્યો છે.

(9:26 am IST)