ગુજરાત
News of Wednesday, 25th November 2020

ઉત્તર ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : બનાસકાંઠામાં 57, પાટણમાં 49 અને મહેસાણામાં 45 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસનું સંક્રમણ સતત લોકોમાં ફફડાટ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1540 નવા કેસ નોંધાયા છે. ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. બનાસકાંઠામાં 57 નવા કેસ નોંધાયા છે. પાટણમાં 49 અને મહેસાણામાં 45 નવા કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે 57 નવા કેસ નોંધાયા છે, જ્યારે 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. પાટણ જિલ્લમાં આજે 49 નવા કેસ નોંધાયા છે જેની સામે 30 લોકો સ્વસ્થ થયા છે. મહેસાણા જિલ્લમાં કોરોના સંક્રમણના 45 નવા કેસ નોંધાયા છે, અહીં 18 લોકો સ્વસ્થ થયા છે.

રાજ્યમાં આજે કુલ 1283 દર્દી સાજા થયા હતા અને 91459 ટેસ્ટ કરવામાં આવ્

(11:24 pm IST)