ગુજરાત
News of Wednesday, 25th November 2020

રાજપીપળા નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સ્ટ્રીટ લાઈટના ટોલ ફ્રી નંબર પર ફરિયાદનો ઝડપી નિકાલ ન થતો હોવાની બુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં જ રાજપીપળા નગરપાલિકાના દ્વારા શહેરની બંધ સ્ટ્રીટ લાઈટોના રિપેરસન માટે કચેરી સુધી ફરિયાદ લખાવવા ધક્કા ન ખાવા પડે તે આશયથી ઘરે બેઠા લોકોની સુવિધા વધારવા એક ટોલ ફ્રી નંબર જાહેર કરાયો હતો.જોકે આ નંબર જે તે એજન્સીનો હોય કોઈ નાગરિક બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદ માટે કોલ કરે તો ફરિયાદ લખાયા બાદ વારંવાર ફરિયાદ સોલ થઈ કે નહીં તેની પુષ્ટિ માટે સામેથી ફોન પર ઇન્કવાયરી થાય છે પરંતુ ઘણા દિવસો બાદ પણ જે તે સ્ટ્રીટ લાઈટ ચાલુ ન થતા આ ટોલ ફ્રી નંબર કોઈ કામનો નથી તેમ નગરજનો જણાવી રહ્યા છે.
  રાજપીપળા એસટી ડેપો પાસે એક સ્થાનિક નાગરિકે અઠવાડિયા પહેલા બંધ લાઈટ માટે ફરિયાદ આપ્યા બાદ ચારેક વખત પુષ્ટિ માટે કોલ આવ્યા છતાં હજુ આ લાઈટ ચાલુ થઈ નથી તો ટોલ ફ્રી નંબર પર ફરિયાદ આપવાનો કોઈ મતલબ નથી તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે.

(10:21 pm IST)