ગુજરાત
News of Wednesday, 25th November 2020

રાજ્યમાં કોરોના ગાંડોતૂર : નવા 1540 કેસ નોંધાયા : વધુ 14 લોકોના મોત :વધુ 1283 દર્દીઓ સાજા થતા કુલ 1,83,756 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,,01,949 થયો :મૃત્યુઆંક 3906

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 349 કેસ, સુરતમાં 277 કેસ,વડોદરામાં 169 કેસ,રાજકોટમાં 127 કેસ,ગાંધીનગરમાં 81 કેસ, બનાસકાંઠામાં 57 કેસ,પાટણમાં 49 કેસ,મહેસાણામાં 45 કેસ,જામનગરમાં 44 કેસ,પંચમહાલમાં 27 કેસ, અમરેલી અને ભરૂચમાં 26 -26 કેસ, મોરબીમાં 24 કેસ,નોંધાયા :રાજ્યમાં આજે સૌથી વધુ 91,459 ટેસ્ટ કરાયા : હાલ 14,287 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે  1540 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા  1540 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1263 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો 2 લાખને પાર પહોંચ્યો છે કુલ કેસની સંખ્યા 2,01,949 થઇ છે જયારે આજે વધુ 1263 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,83,756 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 14 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3904 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 90,99 થયો છે

  . રાજ્યમાં હાલ 14,287 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,191 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સૌથી વધુ 91,459 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 74 લાખ 80 હજાર 789 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 1 હજાર 949ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,906એ પહોંચ્યો છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 2,અમદાવાદમાં 1,બોટાદમાં 1,વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 14 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા વિક્રમી 1540 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 349 કેસ, સુરતમાં 277 કેસ,વડોદરામાં 169 કેસ,રાજકોટમાં 127 કેસ,ગાંધીનગરમાં 81 કેસ, બનાસકાંઠામાં 57 કેસ,પાટણમાં 49 કેસ,મહેસાણામાં 45 કેસ,જામનગરમાં 44 કેસ, પંચમહાલમાં 27 કેસ, અમરેલી અને ભરૂચમાં 26 -26 કેસ, મોરબીમાં 24 કેસ,નોંધાયા છે

 

(7:34 pm IST)