ગુજરાત
News of Wednesday, 25th November 2020

તારાપુર તાલુકામાં ઇસારવાડાના કોન્ટ્રાક્ટરને માર મારી 40 હજારની લૂંટ ચલાવનાર વિરુધ્ધડ પોલીસ ફરિયાદ

તારાપુર:તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આજે બપોરના સુમારે ઈસરવાડાના કોન્ટ્રાક્ટરને ત્રણ શખ્સોએ લાકડીઓથી તેમજ ગડદાપાટુનો માર મારીને રોકડા તેમજ સોનાની ચેઈન મળીને કુલ ૪૦ હજારની લૂંટ કરીને ફરાર થઈ જતાં આ અંગે તારાપુર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઈસરવાડા ગામે રહેતા તરૂણભાઈ બાબુભાઈ કેસરી કોન્ટ્રાક્ટર તેમજ ખેતીનું કામકાજ કરીને જીવન ગુજરાન ચલાવે છે. રેતી-કપચીનો ધંધો કરતા મોટા કલોદરા ગામે રહેતા રાઘુભાઈ પુંજાભાઈ ભરવાડ અને તેમના પુત્ર વિપુલને છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેઓ ઓળખે છે. રોડ રસ્તાના કોન્ટાક્ટના કામમાં ઘણી વખત તરૂણભાઈ તેમની પાસેથી રેતી-કપચી ખરીદતા હતા. ચાર-પાંચ મહિના પહેલા તારાપુર અને કસ્બારા ખાતે તરૂણભાઈનું રોડ-રસ્તાનું કામકાજ ચાલતુ હોય તેમણે રાઘુભાઈ અને વિપુલભાઈ પાસેથી રેતી-કપચી ખરીદી હતી અને તેના નાણાં પણ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં તેઓ તમારી પાસેથી પૈસા લેવાના નીકળે છે તેમ જણાવીને ઉઘરાણી કરતા હતા. જેથી તરૂણભાઈએ બેસીને હિસાબ કરી લેવાનું કહેતા પિતા-પુત્ર હિસાબ બતાવતા નહોતા અને પૈસાની માંગણી કરતા હતા.

(5:39 pm IST)