ગુજરાત
News of Wednesday, 25th November 2020

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક જ ગાડીના નંબર સાથે બે ટેમ્પો ફેરવતા મલિક વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના સચિન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે ઉન પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી જીજે-5 વાયવાય-1913 ના ચાલક રામપાલ રામગોપાલ ગુપ્તા (ઉ.વ. 48 રહે. 159, સરદારનગર સોસાયટી, સચિન-તલંગપુર રોડ અને મૂળ ઇટવા, સિધ્ધાર્થનગર, યુપી) ને અટકાવી ડ્રાઇવીંગ લાયસન્સ અને ટેમ્પોની આર.સી બુક ચેક કરી હતી. 

આર.સી બુકમાં ટેમ્પો માલિક તરીકે રામપાલનું નામ હતું પરંતુ રજીસ્ટ્રેશન નં. જીજે-19 વી-1973 હતા. જેથી આ બાબતે પોલીસે પુછપરછ કરતા રામપાલે કબુલાત કરી હતી કે તેની પાસે બે ટાટા 909 ટેમ્પો છે. એકનો રજીસ્ટ્રેશન નં. જીજે-5 વાયવાય-1913 અને બીજાનો જીજે-19 વી-1973 છે. પરંતુ જીજે-19 વી-1973 નો છેલ્લા છ વર્ષનો આર.ટી.ઓ સહિતના તમામ ટેક્સ ભરપાઇ કર્યા નથી. 

(5:22 pm IST)