ગુજરાત
News of Wednesday, 25th November 2020

સરકારે મેસેજ મોકલ્યા (રાા લાખ) તે પૈકી માત્ર ૧૬ ટકા (૪રાા હજાર) ખેડૂતોને જ ટેકાના ભાવમાં રસ

રાજકોટ તા. રપ :.. રાજય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ થયાનો આજે એક મહિનો પૂરો થયો છે. હજુ બે મહિના ખરીદી ચાલવા પાત્ર છે. ખૂલ્લા બજારમાં પુરા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે (મણના રૂ. ૧૦પપ) મગફળી વેચવામાં ઓછો રસ દાખવી રહ્યા છે. ખરીદી માટે મોકલાયેલા એસ. એમ. એસ. પૈકી ૧૬ ટકા જેટલા ખેડૂતોએ જ ટેકાના ભાવે મગફળી વેચી છે.

સત્તાવાર સુત્રોની માહિતી મુજબ મગફળી વેચવા માટે ૪,૭૦,૧૬૩ ખેડૂતોએ ઓન લાઇન નોંધણી કરાવેલ. જેમાંથી આજે સવાર સુધીમાં ર,પ૬,૦૦૮ ખેડૂતોને મેસેજ મોકલાયેલ તે પૈકી ૪૦૬રપ, ખેડૂતોએ મગફળી સરકારને આપી છે. ૧૮૦૪ ખેડૂતોની મગફળી નામંજૂર થઇ છે. સરકારે જેટલા ખેડૂતોને તેડાવેલ તેમાંથી માત્ર ૧૬ ટકા જેટલા જ ખેડૂતો આવ્યા છે. રપ લાખથી વધુ કોથળાનો ઉપયોગ થયો છે. ૭પ૩૪૪ મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી છે જેની કિંમત રૂ. ૩૯૭ કરોડ જેટલી થાય છે. ૧૮૧૩૧ ખેડૂતોના ખાતામાં મગફળીના નાણા જમા થઇ ગયા છે. ૧૭પ કરોડ જેટલી રકમ ખેડૂતોને અપાઇ ગઇ છે.

(3:07 pm IST)