News of Sunday, 25th July 2021
બોડેલીમાં છ કલાકમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ : રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો
સતત વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા
બોડેલીમાં વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે. બોડેલીમાં છ કલાકમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના લીધે બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બોડેલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે.
(6:42 pm IST)