ગુજરાત
News of Wednesday, 25th May 2022

અમદાવાદ મનપાની બેઠકમાં રખડતા ઢોર પકડવાની ઢીલી કામગીરીના પગલે અધિકારીઓનો ઉધડો લેવાયો

બેઠકમાં ટેક્સ તેમજ રખડતા ઢોરનો મુદ્દો છવાયો :કોર્પોરેટરો દ્વારા રખડતા ઢોરની ફરિયાદો કરાઈ

અમદાવાદ : આ વર્ષે ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ટેક્સ તેમજ રખડતા ઢોરનો મુદ્દો મુખ્ય રહ્યો તો . કોર્પોરેટરો દ્વારા રખડતા ઢોરની ફરિયાદો કરવામાં આવી હતી  આ બેઠકમાં રખડતા ઢોર પકડવાની ઢીલી કામગીરીને લઈને અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો.

ઢોર અંકુશ ખાતાના અધિકારીને કહેવામાં આવ્યું કે, તમે રોજના ૪૦થી ૫૦ ઢોર પકડો છો પરંતુ માત્ર ઘાટલોડિયા વિસ્તારમાં જ આટલા ઢોર પકડીને બતાવુ. સી એન સી ડી ખાતાની કામગીરીની ટીકા કરવામાં આવી. તો ટેકસ ખાતાની કામગીરીમાં પણ થોડો સુધારો કરવાની તાકીદ કરવામાં આવી. લોકો દ્વારા કરાતી ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા માટે સૂચના આપવામાં આવી છે.

(12:21 am IST)