ગુજરાત
News of Wednesday, 25th May 2022

આણંદ જિલ્લામાંથી 22 વર્ષીય સહીત 21 વર્ષીય યુવતી ગુમ થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લામાંથી વીતેલા દિવસો દરમ્યાન આણંદ શહેરની ૨૨ વર્ષીય તેમજ ૨૧ વર્ષીય યુવતી અને ઉમરેઠ તાલુકાના બાજીપુરાની ૧૯ વર્ષીય યુવતી ગુમ થઈ હોવાના ત્રણ અલગ-અલગ બનાવો અનુક્રમે આણંદ શહેર અને ખંભોળજ પોલીસ દફતરે નોંધાયા છે. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વડોદરા તાલુકાના પાદરા સ્થિત વ્હોરવાડના વતની અને હાલ આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર રિલિફ કમીટી ખાતે રહેતા સમાબેન રફીકભાઈ વ્હોરા (ઉં.વ.૨૨) ગત તા.૨૩મી મે, ૨૦૨૨ના રોજ ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયા હતા. તેણીની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા કરાવતા મળી ન આવતા આખરે આ બનાવ અંગે ઈમરાનભાઈ વ્હોરાએ આણંદ  શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુમ થવાના બીજા બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર રોયલપ્લાઝા ખાતે રહેતા રાજીકબાનુ નાઝીમખાન પઠાણ (ઉં.વ.૨૧) ગત તા.૨૩મી મે, ૨૦૨૨ના રોજ ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયા હતા. તેણીની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે આ બનાવ અંગે નાઝીમખાન પઠાણે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:39 pm IST)