ગુજરાત
News of Wednesday, 25th May 2022

વડોદરાના ડેસર ગામમાં જાન આવતા કન્‍ય અન્‍ય યુવક સાથે ભાગી ગઇઃ નાને બહેને પરિવારની આબરૂ સાચવી લીધી

બંને વેવાઇઓ અને અગ્રણીઓ તાત્‍કાલિક બેઠક ઙ્ખોજી મોટી દીકરીને બદલે નાની દીકરીને પરણાવી

વડોદરાઃ વડોદરા નજીક ડેસર તાલુકાના વિચિત્ર કિસ્‍સો સામે આવતા જાન વરરાજાને લઇ માંડવે આવતા કન્‍યા અન્‍ય યુવક સાથે ભાગી ગઇ હતી. શરણાઇના સુર ગમગીનીમાં ફેરવાઇ જતા બંને વેવાઇઓ અને અગ્રણીઓએ તાબડતોબ બેઠક યોજી કન્‍યાની નાની બહેનની સમજાવતા જાન પછી વળે તે પહેલા પરિવારની આબરૂ સાચવી લીધી હતી.

વડોદરા પાસેના ડેસર તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પરિવારની નાની દીકરીએ લાજ બચાવવાનું જે કામ કર્યું, તેનાથી ચારેતરફ તેની વાહવાહી થઈ ગઈ હતી. આ કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.

બન્યુ એમ હતુ કે, ડેસર તાલુકાના એક પરિવારમાં દીકરીના લગ્ન લેવાયા હતા. 23 તારીખે ડીજેના તાલ સાથે વરરાજા જાન લઈને કન્યાના ઘરે તરફ જવા નીકળ્યા હતા.  કન્યા અને વર પક્ષે ખુશીનો માહોલ હતો. પરંતુ આ ખુશી ઘડીની રહી ન હતી. વરરાજા જાન લઈને પહોંચે તે પહેલા જ માહોલ ગમગીન બની ગયો હતો. ખુશીની પળ એક સેકન્ડમા ઉડી હતી, જ્યારે જાણવા મળ્યુ કે, જે કન્યાના લગ્ન હતા, તે અન્ય યુવક સાથે લગ્નની આગલી રાતે ભાગી ગઈ હતી.

આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. મોટી દીકરીએ પરિવારની આબરુ કાઢી હતી. આ સાંભળીને માતાપિતા પણ ડઘાઈ ગયા હતા. પરિવારમાં લગ્નની શરણાઈઓ એકાએક બંધ થઈ ગઈ હતી. આ સમાચાર મળતા જ વર પક્ષ પર ચિંતામાં મૂકાયો હતો. વરરાજાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, અચાનક આવી પડેલી મુસીબતનો બંને પરિવારે સમજદારીપૂર્વક સામનો કર્યો હતો. બંને વેવાઈઓ અને અન્ય સમજું અગ્રણીઓએ તાબડતોબ એક બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો કે, કન્યાની નાની બહેન માની જાય તો તેના લગ્ન વરરાજા સાથે કરાવવા. જેથી બંને પરિવારની આબરુ સચવાય.

બીજી તરફ, નાની દીકરી લગ્ન માટે માની ગઈ હતી. મોટી દીકરીને કારણે ગયેલી લાજ બીજી દીકરીએ સાચવી હતી. મોટી દીકરીને કારણે જ્યાં મુસીબત આવી પડી હતી, ત્યા નાની દીકરીને કારણે ફરીથી લગ્નની શરણાઈ વાગવાની શરૂઆત થઈ હતી. 24 મેના રોજ નિયત સમય મુજબ જાન આવી હતી, અને વરરાજા નાની દીકરીને પરણ્યો હતો.

જોકે, આ વચ્ચે થોડી ઉંમર ઓછી હોવાથી માત્ર વિદાય બાકી રખાઇ હતી, જેથી બંને પરિવારોના જીવ ઉંચા નીચા થઇ ગયા હતા. પરંતુ બંને પરિવારો અને સમાજના અગ્રણીઓએ તેનો પણ ઉકેલ આણ્યો હતો.

(5:31 pm IST)